રોકાણ : પીએમ વય વંદન યોજનામાં 31 માર્ચ 2023 સુધી રોકાણ કરી શકાશે, એકસાથે પૈસા ભરીને માસિક ₹10 હજાર સુધીનું પેન્શન મેળવી શકાશે

0
15

દિલ્હી. સિનિયર સિટીઝન માટે વડાપ્રધાન વય વંદના યોજના (PMVVY) શરૂ કરવામાં આવી છે. આ 60 વર્ષ અને તેનાથી વધુ વયના નાગરિકો માટે એક પેન્શન યોજના છે. એકસાથે રકમ જમા ચૂકવીને આ યોજનાનો લાભ મેળવી શકાય છે. તેમાં રોકાણ કરવાનો સમયગાળો 31 માર્ચ 2020 સુધીનો છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને માસિક પેન્શન વિકલ્પ પસંદ કરવા પર 10 વર્ષ માટે ઓછામાં ઓછા 8%ની ગેરંટી સાથે રિટર્ન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો તમે વાર્ષિક પેન્શનની પસંદગી કરો તો 10 વર્ષ માટે તમને 8.3% લેખે રકમ પરત મળશે. આ યોજનાને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

15 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકાશે

સિનિયર સિટિઝને વધારે ફરવું ન પડે અને તેઓ આપ્રક્રિયાને સરળતાથી સમજી શકે એટલે આ યોજનાને LICના સહયોગથી લાગુ કરવામાં આવી છે. તેમાં વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. 15 લાખ રૂપિયા પર તમને દર મહિને 10 હજાર રૂપિયા પેન્શન મળશે.

યોજના સંબંધિત મહત્ત્વપૂર્ણ બાબતો

આવકવેરા: આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ આ યોજનામાં જમા કરવામાં આવેલી રકમ સંપૂર્ણપણે કરમુક્ત છે. જો કે, પોલિસીધારકે જમા રકમમાંથી મળતા વ્યાજ પર આવકવેરો ભરવો પડશે.

વ્યાજનો ફંડાઃ જો તમે દર મહિને પેન્શન ઉપાડવા માગતા હો તો 8 ટકા વ્યાજ મળશે. જો તમે વર્ષમાં એકવાર પેન્શનની આખી રકમ ઉપાડવા માગતા હો તો વ્યાજ વધીને 8.3 ટકા થઈ જશે.

પતિ-પત્ની: યોજનામાં રોકાણની મર્યાદા સિનિયર સિટીઝન દીઠ છે, કુટુંબ દીઠ નહીં. જો પતિ-પત્ની ઇચ્છે તો બંને 30 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે.

પેમેન્ટ ઓપ્શન: પોલિસીનો સમયગાળો 10 વર્ષ છે. તમારી પાસે દર મહિને ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક પેમેન્ટ કરવું તેનો ઓપ્શન રહે છે.

તબીબી પરીક્ષા જરૂરી નથી: આ યોજના હેઠળ લાભ મેળવવા માટે કોઈ પોલિસીધારકે તબીબી પરીક્ષણ કરાવવાની જરૂર રહેતી નથી.

આ ઉદાહરણથી સમજો: તમે આ યોજનામાં 1 લાખ 50 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોય અને જો તમે દર મહિને પૈસા ઉપાડવા માગતા હો તો તમને દર મહિને 1000 રૂપિયા મળશે. એટલે કે એક વર્ષમાં 12 હજાર રૂપિયા. પરંતુ જો તમને વાર્ષિક પેન્શન જોઈએ તો તમને દર વર્ષે 12,450 રૂપિયા મળશે.

ડિપોઝિટની રકમ ક્યારે મળશે: યોજનામાં 10 વર્ષ રોકાણ કર્યાં પછી પેન્શનની આખરી ચૂકવણી સાથે જ ડિપોઝિટ રકમ પણ પરત આપી દેવામાં આવે છે. જો પેન્શન મેળવનાર વ્યક્તિ યોજના ખરીદવાના 10 વર્ષની અંદર મૃત્યુ પામે તો ડિપોઝિટની રકમ નોમિનીને આપવામાં આવે છે.

કયા ડોક્યૂમેન્ટ્સ જોઇશે?

પીએમ વય વંદના યોજનામાં રોકાણ કરવા માટે તમારે ફોર્મની સાથે નીચેના દસ્તાવેજો સબમિટ કરવા પડશે. પાનકાર્ડની કોપી, અડ્રેસ પ્રૂફની કોપી (આધાર, પાસપોર્ટ વગેરે), ચેકની કોપી અથવા બેંક પાસબુકની પહેલા પેજની કોપી આપવાની રહેશે. જેથી, પેન્શનના પૈસા તમારા ખાતાંમાં આવી શકે.

સ્કીમમાં રોકાણ ક્યાંથી કરવું?

સરકારે આ યોજના માટે LIC સાથે જોડાણ કર્યું છે. તેથી, આ સ્કીમમાં રોકાણ કરવા માટે LIC ઓફિસ અથવા LIC એજન્ટને મળી શકાય છે. યોજના સંબંધિત વધુ માહિતી માટે તમે ફોન નંબર 022-67819281 અથવા 022-67819290 પર કોલ કરી શકો છો. LICએ આ માટે ટોલ ફ્રી નંબર પણ જારી કર્યો છે. તમે 1800-227-717 નંબર પર કોલ કરીને આ યોજના સંબંધિત માહિતી મેળવી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here