ધૂળેટીના તહેવનારના દિવસે રજા હોવા છતાં SOU ખુલ્લું રખાતા કોરોનાને આમંત્રણ

0
5

કોરોના કોવીડ 19 ની ગાઇડલાઇન ને લઈને સરકાર અનેક મનમાની કરતી આવી છે. આગામી હોળી ધુળેટીના તહેવાર ઘરમાં રહીને કરવા બહાર જાહેરમાં નીકળવું નહિ ના નિયમો મુક્યાં, ત્યારે એજ નેતા અને અધિકારીઓ SOU ધુળેટીના દિવસે સોમવાર હોય મેઇન્ટેન્સ માટે SOU સહિતના પ્રોજેક્ટો બંધ હોય પરંતુ આજ અધિકારીઓએ ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે. 25 હજારથી વધુ પ્રવાસીઓ આ ધુળેટીના દિવસે SOU પર આવશે એવી શક્યતા બાંધી તંત્ર હાલ તૈયારીઓ કરી રહ્યા છે. કેવડિયામાં આવેલ હોટેલ ટેન્ટ સીટી સહીત બધું બુક થવા લાગ્યું છે.

અત્યાર સુધી ધુળેટીના દિવસ 29 માર્ચનું 50 ટકા બુકિંગ થઇ ગયું હોવાની માહિતી મળી રહી છે ત્યારે આજની તારીખે પણ 5500 વ્યૂહ ગેલેરી રોજ બુક થઇ જાય છે. 10 જેટલી અન્ય ટિકિટો આવે છે એટલે એમ કહી શકાય કે અન્ય શહેરોમાંથી 15 હજાર જેટલા પ્રવાસીઓ કેવડિયામાં આવે છે. અત્રે ઉલ્લખનીય છે કે હોળીના દિવસે SOU ખુલ્લું રાખીને આજ કોરોનાનો વહીવટ કરતા આધિકારીઓ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર સહીતના મોટા શહેરોને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે કે હોળીની ઉજવણી કરવી હોય તો કેવડિયા આવી જાવ અહીંયા 10 વાગ્યા સુધી ગ્લો ગાર્ડન ખુલ્લું રહે છે. અહીંયા કોઈ કર્ફ્યુ નથી ધુળેટીના દિવસે SOU સહીત પ્રોજેક્ટો ખુલ્લા રાખવા હિતાવહ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here