Tuesday, December 7, 2021
HomeINX કેસમાં CBIનો પી.ચિદમ્બરમની કસ્ટડી અંગેનો નિર્ણય કોર્ટે રાખ્યો સુરક્ષિત
Array

INX કેસમાં CBIનો પી.ચિદમ્બરમની કસ્ટડી અંગેનો નિર્ણય કોર્ટે રાખ્યો સુરક્ષિત

INX કેસમાં CBIએ પૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બરમની આગોતરા જામીનનો વિરોધ કર્યો હતો. CBIએ શુક્રવારે  દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી ચિદમ્બરમની ધરપકડ કરવાની માગ કરી હતી કે જેથી કસ્ટડીમાં તેમની પૂછપરછ કરી શકાય. પરંતુ ચિદમ્બરમના વકીલ કપિલ સિબલ અને અભિષેક મનુ સંઘવીએ સીબીઆઇની અરજીનો વિરોધ કર્યો હતો. કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

તપાસ એજન્સીએ કહ્યું હતું કે  જો ચિદમ્બરમને જામીન અપાશે તો તેમની પૂછપરછ કરવામાં અમને તકલીફ પડશે. અગાઉ સીબીઆઇએ  ચિદમ્બરમ સામે કેસ ચલાવવા કેન્દ્ર સરકારની મંજૂરી માગી હતી જેને મંજૂર કરવામાં આવી હતી. ત્યાર પછી ચિદમ્બરમે આગોતરા જામીનની અરજી કરી હતી. તો આ તરફ ચિદમ્બરના પુત્ર કાર્તિ એ વિદેશ જવાની મંજૂરી માગતી અરજી કરી હતી જેનો ચૂકાદો ૨૮ જાન્યુઆરીએ રાખ્યો હતો.

કેન્દ્રની તપાસ એજન્સીએ ચિદમ્બરમ પર તપાસમાં સહયોગ નહીં આપતા હોવાનો આરોપ મૂક્યો હતો. એજન્સીએ આરોપ કર્યો હતો કે ચિદમ્બરમ અમને પુછપરછમાં સહયોગ આપતા નથી.

તેઓ અમારા સવાલોને ટાળે છે, માટે તેમની ધરપકડની મંજૂરી આપો જેથી કસ્ટડીમાં તેમની પૂછપરછ કરી શકાય. એજન્સીએ કોર્ટને કહ્યું હતું કે INX મીડિયા કેસમાં પૈસાનો જે પણ વ્યવહાર કરાયો હતો એમના જે બેંક ખાતાનો ઉપયોગ કરાયો હતો તે ખાતું ચિદમ્બરમના પુત્ર કાર્તિનો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments