INX કેસ : કોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવી, ગમે તે ક્ષણે થઇ શકે છે ધરપકડ

0
0

નવી દિલ્હી, તા. 20 ઓગસ્ટ 2019, મંગળવાર

દિલ્હી હાઈકોર્ટ પાસેથી કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમને મોટો આંચકો લાગ્યો છે. INX મીડિયા કેસમાં હાઈકોર્ટે ચિદમ્બરમના આગોતરા જામીનની અરજી ફગાવી છે. કોર્ટ પાસેથી પૂર્વ નાણા મંત્રીએ ત્રણ દિવસનો સમય માગ્યો હતો. આગોતરા જામીન રદ થયા બાદ હવે ED અને CBI ટૂંક સમયમાં ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ચિદમ્બરમ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે એમણે INX મીડિયાને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડથી ગેરકાયદેસર સ્વીકૃતિ અપાવવા 305 કરોડની લાંચ લીધી છે. આ કેસમાં અત્યારસુધી અંદાજીત બે ડઝન વખત ચિદમ્બરમને કોર્ટમાંથી અંતરિમ પ્રોટેક્શન એટલે કે ધરપકડની રાહત મળી છે. આ કેસ 2007નો છે ત્યારે પી.ચિદંબરમ નાણા મંત્રી હતા.

આ કેસમાં CBI અને EDએ પહેલા જ ચિદંબરમના પુત્ર કાર્તિની ધરપકડ કરી હતી. જે હાલ જામીન પર બહાર છે. આ કેસમાં મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે ઈન્દ્રાણી મુખર્જી 4 જુલાઈએ સરકારી સાક્ષી બની.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here