INX મીડિયા કેસ – ચિદમ્બરમે CBIની જે બિલ્ડિંગમાં રાત પસાર કરી ક્યારેક તેના ઉદ્ધાટનમાં હતા અતિથિ

0
0

ન્યુઝ ડેસ્ક, સી એન 24 ન્યુઝ,

પૂર્વ કેન્દ્રિય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરની સીબીઆઇએ બુધવારે રાતે ધરપકડ કરી છે. CBIની ટીમ ચિદમ્બરમને મુખ્ય ઓફિસે લઇ ગઇ છે. જો કે દિલચસ્પ વાત એ રહી છે કે CBIની ટીમ પૂર્વ ગૃહ મંત્રીની ધરપકડ કરી જે બિલ્ડીંગમાં (CBI મુખ્ય કાર્યાલય) લઇને આવ્યાં છે, તે બિલ્ડીંગના ઉધ્ધાટન સમયે પી. ચિદમ્બરમ અહીં મુખ્ય અતિથિઓમાંના એક હતા. સીબીઆઇની આ બિલ્ડીંગનું ઉધ્ધાટન 2011માં કરવામાં આવ્યું હતું.

2011માં ત્યારે પી. ચિદમ્બરમ દેશના ગૃહમંત્રી હતા અને તત્કાલિન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે સીબીઆઇની આ બિલ્ડીંગનું ઉધ્ધાટન કર્યું હતું. આ ઉદ્ધાટન કાર્યક્રમમાં પી. ચિદમ્બરમ સહિત કપિલ સિબ્બલ, વીરપ્પા મોઇલી, મલ્લિકાર્જૂન ખડગે સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત હતા.

આમ જે તે સમયે કેન્દ્રીય ગૃહમંત્રી જે સીબીઆઇ કાર્યાલયના ઉધ્ધાટન સમયે અતિથિ હતા તેમાં આજે રાત પસાર કરવી પડી. INX મીડિયા કેસમાં સીબીઆઈએ ચિદમ્બરમની ધરપકડ કરી લીધી છે  અને મોડી રાત્રે તેમને સીબીઆઈના હેડક્વાર્ટ લઈ જવામાં આવ્યા.

જો કે રસપ્રદ વાત એ છે કે હાલ ચિદમ્બરમને જે સીબીઆઈના હેડક્વાર્ટરમાં કેદ કરીને રખાયાં છે, તેનું ઉદઘાટન પણ ખુદ ચિદમ્બરમે જ કર્યું હતું. આ વાત વર્ષ 2011ની છે. જ્યારે મનમોહન સિંહ દેશના વડાપ્રધાન હતા અને પી. ચિદમ્બરમ કેબિનેટ મંત્રી હતા.

CBI હેડક્વાર્ટરની ઈમારત બનીને તૈયાર થતાં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ બિલ્ડીંગના ઉદઘાટન સમારોહના મુખ્ય અતિથિ હતા. આ સાથે જ ચિદમ્બરમને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here