Sunday, November 28, 2021
HomeiPhone ખરીદવાનું મન હોય તો આ છે જબરદસ્ત ઑફર, Apple આપી રહ્યું...
Array

iPhone ખરીદવાનું મન હોય તો આ છે જબરદસ્ત ઑફર, Apple આપી રહ્યું છે વ્યાજ વગરની લોન

તાજેતરમાં જ ભારત અને ચીન સહિત ઘણા દેશોમાં વેચાણ ઓછું થવાના પગલે એપલને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. કંપનીના સીઇઓ ટિમ કુકે કહ્યું કે આ ઘટાડો નબળી થતી કરન્સી જેવા ફેક્ટર્સના કારણે થઇ શકે છ અને એપલ ખૂબ જલ્દી પોતાની પ્રાઇસિંગ સ્ટ્રેટેજિમાં ફેરફાર કરીને માર્કેટ્સમાં પોતાનું વેંચાણ વધારશે.

આ પ્રયત્ન હેઠળ પહેલા એપલે ચીનમાં સેલર્સ પર પ્રાઇસ ઓછી કરવાનું દબાણ બનાવ્યું હતું અને હવે કંપની iPhone ખરીદવા માટે ઇન્ટરેસ્ટ ફ્રી લોન ઓફર કરી રહી છે. એપલે ચાઇનામાં અલીબાબા ગ્રુપની ઓનરશિપ વાળા એન્ટ ફાઇનેન્શિયલ સર્વિસને અહીંયા રહેનારા હજાર લોકોને ઇન્ટરેસ્ટ ફ્રી સર્વિસ આપવા માટે પાર્ટનર બનાવી છે. આ પગલાથી આઇફોનની મંથલી કોસ્ટ ઓછી થશે, જે ચાઇના જેવા દુનિયાના સૌથી મોટા સ્માર્ટફોન માર્કેટમાં એપલના કામ આવી શકે છે.

આ ઉપરાંત ચીનમાં આઇફોનના વેંચાણમાં ઘટાડો થયો છે. જો કે એપલ અથવા એન્ટ કોઇ તરફથી હજુ કન્ફર્મ કરવામાં આવ્યું નથી.  જણાવી દઇએ કે વોલ સ્ટ્રીટજર્નલે વરિફાઇ કર્યું છે કે એન્ટની હુઆબે લોન સર્વિસે કસ્ટમર્સથી એપલ પ્રોડક્ટ્સમાં ઇનવેલ્ટ કરવા માટે ક્રેડિટ લિમિટ વધારવા માટે કહ્યું છે. આ પ્રકારનો વિકલ્પ ચાઇનાની ત્રણ મોટી બેંકોના ક્રેડિટ કાર્ડ ઉફયોગ કરનાર લોકોને પણ મળી રહ્યો છે.

જર્નલ રિપોર્ટ પ્રમાણે એપલ પોતાના સ્ટોર્સમાં હુઆબે તરફથી 12 અને 24 મહિનાના ઇન્ટરેસ્ટ ફ્રી પેકેજ આપી રહ્યું છે.  24 મહિનાની ઇન્ટરેસ્ટ ફ્રી લોન ઓપ્શન 25 માર્ચે ખતમ થઇ રહી છે. આ ઉપરાંત કંપની જૂના ફોનને બદલનાર યૂઝર્સને એડિશનલ એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

એપલને આશા છે કે એનાથી એને 2018ના છેલ્લા ત્રિમાસીકમાં થયેલા નુકસાનની ભરપાઇ થઇ જશે, સાથે જ કંપનીને માર્કેટમાં પુશ મળશે. ટિમ કુકે તેના માટે અમેરિકા અને ચાઇના વચ્ચે પૈદા થયેલા તણાવને જવાબદાર ઠેરવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments