Tuesday, January 18, 2022
HomeiPhone થી લઇને Xiaomi સુધી આ સ્માર્ટફોન્સ પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ, જાણો ઑફર
Array

iPhone થી લઇને Xiaomi સુધી આ સ્માર્ટફોન્સ પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ, જાણો ઑફર

મહિલા દિવસના અવસરે ઇ-કોમર્સ કંપનીઓ સ્માર્ટફોન્સ સહિત અનેક અલગ અલગ સેગ્મેન્ટ પર ઑફર્સ આપી રહી છે. ફ્લિપ કાર્ટ પર મહિલા દિવસ પર ધમાકેદાર ઑફર આપી રહ્યું છે. આ સેલ બે દિવસ સુધી ચાલશે અને તેના માટે વૉલમાર્ટની કંપની ફ્લિપકાર્ટે એચડીએફસી સાથે પાર્ટનરશીપ કરી છે.

આ ઑફર અંતર્ગત નો કોસ્ટ ઇએમઆઇ સાથે કેશબેક પણ આપવામાં આવે. ફ્લિપકાર્ટની આ સેલમાં એપ્પલ, સેમસંગ અને શાઓમી સહિત લગભગ તમામ સ્માર્ટફોન્સ કંપનીઓના કેટલાંક સ્માર્ટફોન ડિસ્કાઉન્ટ પર મળી રહ્યાં છે.

iPhone XR, Redmi Note 6 Pro, ZenFone 5Z જેવા સ્માર્ટફોન પણ સસ્તામાં મળી રહ્યાં છે. આ ઉપરાંત ઑનરે પણ પોતાના ત્રણ સ્માર્ટફોન પર મહિલા દિવસે છૂટ આપવાની ઘોષણા કરી છે. આ સ્માર્ટફોન પર 6 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઑનરની આ સેલ ફક્ત એક દિવસ માટે છે અને તેની શરૂઆત થઇ ચુકી છે. આ દરમિયાન બજેટ સેગમેન્ટ ફોકસ કરવામાં આવ્યું છે અને તેના પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

શાઓમીના પોપ્યુલર સ્માર્ટફોન્સ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેમાં રેડમી નોટ સિક્સ પ્રો છે જેના પર 3 હજાર રૂપિયાનુ ડિસ્કાઉન્ટ છે. આ પણ લિમિટેડ પિરિયડ ઓફર છે. તાજેતરમાં જ કંપનીએ નોટ 7 પ્રો લોન્ચ કર્યો છે અને શક્ય છે કે નોટ 6 પ્રોને સ્ટોક ક્લિયર થયા બાદ બંધ કરી દેવામાં આવે.

એચએમડી ગ્લોબલના નોકિયા સ્માર્ટફોન્સ પર પણ છૂટ મળી રહી છે. તેમાં નોકિયા 5.1 પ્લસ છે જેની કિંમત 10,100 રૂપિયા છે અને તેને ઑફર અંતર્ગત 8,999 રૂપિયામાં ખરીદી શકે છો.

વીવોના સ્માર્ટફોન વી9 પ્રો પર છૂટ મળી રહી છે. તેની કિંમત 15,290 રૂપિયા છે અને તેને ઑફર અંતર્ગત તમે 13,990 રૂપિયામાં જ ખરીદી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular