Tuesday, September 21, 2021
HomeIPL થી લાઈમલાઈટ માં આવ્યા અને ભારત માટે રમવાની તક મેળવી
Array

IPL થી લાઈમલાઈટ માં આવ્યા અને ભારત માટે રમવાની તક મેળવી

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગ ભારતમાં ગ્રાસરુટ ટેલેન્ટને નર્ચર કરવાનું કામ કરે છે. IPLમાં વિદેશ ખેલાડી સાથે રમવાનો અને તેમની રમતને નજીકથી નિહાળ્યા પછી ડોમેસ્ટિક ખેલાડીઓને સારો ફાયદો થાય છે. એક નજર એવા 5 ખેલાડીઓ ઉપર જે IPLમાં પોતાના પ્રદર્શન થકી ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યા છે.

યુસુફ પઠાણ:
યુસુફ પઠાણે 2007ના ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં ડેબ્યુ કર્યું હતું. જોકે તે દરમિયાન તે પોતાનું નામ બનાવી શક્યો નહતો. 2008ની સિઝન વખતે રાજસ્થાન રોયલ્સે તેને ખરીદ્યો હતો. પઠાણે IPL 2008ની 16 મેચમાં 435 રન કર્યા હતા અને 8 વિકેટ ઝડપી હતી. તેણે રોયલ્સને પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે પછી તેને તરત જ ભારતીય ટીમમાં ફરી સ્થાન મળ્યું હતું.

પઠાણ 2011ના વનડે વર્લ્ડકપમાં ભારતીય ટીમનો ભાગ હતો. તે ભારત માટે કુલ 57 વનડે અને 21 ટી-20 મેચ રમ્યો છે. તેણે 57 વનડેમાં 810 રન અને 33 વિકેટ અને 21 ટી20માં 221 રન અને 13 વિકેટ લીધી છે. આમ 2008ની IPLની સિઝન પછી પઠાણે બધાને પોતાની લાયકાતનો આપ્યો હતો. રોયલ્સ પછી પઠાણ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો ભાગ બન્યો હતો. હાલમાં તે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમી રહ્યો છે.

રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજા 2008ની અંડર-19 વર્લ્ડકપ વિનિંગ ટીમનો ભાગ હતો. તે પછી જાડેજા રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો હતો. તે પછી તેને 1 વર્ષના બેનનો પણ સામનો કરવો પડ્યો હતો. 2012માં જાડેજાને ચેન્નાઇ સુપરકિંગ્સે 9.8 કરોડમાં પોતાની ટીમમાં લીધો હતો અને તે પછી જાડેજાએ પાછું ફરીને જોયું નથી. જાડેજાએ 2012ની સિઝનમાં 191 રન કર્યા હતા અને 12 વિકેટ લીધી હતી. તે સિઝન પછી તે ભારતીય ટીમનો કાયમી સદસ્ય બન્યો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં નંબર 1 બોલર પણ બન્યો હતો. તાજેતરમાં યૂઝવેન્દ્ર ચહલના લીધે લિમિટેડ ઓવર્સમાં જાડેજાનું સ્થાન નક્કી નથી, તેવામાં IPLમાં સારું પ્રદર્શન જાડેજાને મદદ કરી શકે છે.

અજિંક્ય રહાણે
અજિંક્ય રહાણે જેવા ક્લાસિક અને ટેમ્પરામેન્ટલી સાઉન્ડ બેટ્સમેનને લાંબો સમય સુધી ભારતીય ટીમમાં સ્થાન મેળવવા રાહ જોવી પડી હતી. 2012ના IPLમાં રાજસ્થાન રોયલ્સે રહાણે પાસે ઓપનિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રહાણેએ તે સિઝનમાં 3 અર્ધસદી અને 1 સદીના સહારે 560 રન બનાવ્યા હતા. તેણે આ રન પ્રોપર ટેક્નિક અને ક્લાસ સ્ટ્રોકપ્લે થકી ફટકાર્યા હતા. 2013માં રહાણેનું ટેસ્ટ ડેબ્યુ થયું હતું અને તે અત્યારે ટેસ્ટ ટીમનો ઉપક્પ્તાન છે. રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝનો તેની પાસે ઓપનિંગ કરવાનો નિર્ણય લાંબા ગાળે ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ ફાયદાકારક સાબિત થયો હતો.

યૂઝવેન્દ્ર ચહલ
વિરાટ કોહલીની કપ્તાનીમાં 2015ની IPL યૂઝવેન્દ્ર ચહેલ માટે જોરદાર રહી હતી. તેણે તે સિઝનમાં 23 વિકેટ લીધી હતી. 2016માં ચહલે 21 વિકેટ લીધી હતી, તે વર્ષે બેંગ્લોર ફાઇનલમાં હાર્યું હતું. ત્યારબાદ ચહલ કેપ્ટ્ન કોહલીની ઇન્ડિયન સ્ટ્રેટેજીનો પણ ભાગ બની ગયો હતો. 2017માં તેનું ડેબ્યુ થયું હતું અને અત્યારે તે કુલદીપ યાદવ સાથે વર્લ્ડકપમાં ભારતના મુખ્ય સ્પિનર તરીકે મેદાને ઉતરશે. ઇંગ્લેન્ડમાં લેગસ્પિનરને ઑફ-સ્પિનરના પ્રમાણમાં વધુ મદદ મળતી હોવાથી તે ભારતના કપ જીતવાના ચાન્સીસમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.

હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યાએ પોતાની ડેબ્યુ સિઝન 2015માં જ પોતાની હાજરીથી બધાને પ્રભાવિત કર્યા હતા. તે મુંબઈ માટે છઠા ક્રમે આવીને હિટિંગ કરતો હતો અને મીડિયમ પેસ બોલિંગ પણ કરતો હતો. 2015ના વર્લ્ડકપ પછી ટીમ ઇન્ડિયા બોલિંગ ઓલરાઉન્ડરની શોધમાં હતી. 2016ના ટી20 વર્લ્ડકપ પહેલા પંડ્યાનું ડેબ્યુ થયું હતું. તેણે મોટા સ્ટેજ ઉપર મેચ્યોરિટી બતાવી હતી. અત્યારે કમરની ઇજાથી સ્વસ્થ થઇ રહેલો હાર્દિક, વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે ટીમ બેલેન્સના રૂપે સૌથી ઈમ્પોર્ટન્ટ ખેલાડી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments