Sunday, September 19, 2021
HomeIPL ની પહેલી જ મેચમાં યુવરાજ સિંહે વર્લ્ડકપ માટેની દાવેદારી નોંધાવી દીધી
Array

IPL ની પહેલી જ મેચમાં યુવરાજ સિંહે વર્લ્ડકપ માટેની દાવેદારી નોંધાવી દીધી

ઘણા એવા ખેલાડી છે કે જેમનો સુરજ હમેશાં મધ્યાંને ચળકતો રહે છે. મેદાનમાં ઉતરતા જ તેમના પર દર્શકોની અપેક્ષા વધી જતી હોય છે. યુવરાજસિંહ પણ એક એવું જ નામ છે. ૩૭ વર્ષની ઉમરે 19 વર્ષનું ઇન્ટરનેશનલ કરિઅર સાથે યુવરાજ સિંહ હવે મુંબઈ ઈન્ડિયન્સમાંથી રમી રહ્યો છે. આ પહેલા તે કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતો હતો.

પહેલી જ મેચમાં યુવરાજે 35 બોલમાં 52 રન ફટકારી પોતાનો જૂનો જોશ બતાવ્યો હતો. પહેલી મેચ દરમિયાન યુવીએ 5 ચોક્કા અને 3 છગ્ગા લગાવ્યાં હતાં. મેચની શરૂઆતમાં જ યુવરાજ લકી સાબિત થયો અને કેચ થતાં થતાં રહી ગયો. જે બાદ તેમણે સમજદારીપૂર્વક ગેપ્સમાંથી શોટ્સ લીધા અને 50 રન કરી બતાવ્યાં હતાં.

હવે, યુવરાજનો બેટ ચાલે છે તો દરેકને ૨૦૧૧ના વર્લ્ડ કપની યાદ તાજી થઇ ગઈ હતી. સાથે જ ફરી એકવાર આશા બંધાય છે, કે તેઓ ૨૦૧૯નાં વર્લ્ડ કપમાં પણ સારો દેખાવ કરતાં જોવા મળશે. જોકે ડોમેસ્ટિકમાં સારું પ્રદર્શન કરનારા યુવરાજે એવું જણાવ્યું હતું કે, ૨૦૧૯નો વર્લ્ડ કપ રમીને તે ક્રિકેટ જગતને અલવિદા કહેશે.

હજુ તો યુવરાજ એક જ મેચ રમ્યા છે. જેમાં પણ તેમની ટીમ મેચ હારી ગઈ છે. સંતોષજનક વાત તો એ છે કે આજે પણ યુવરાજના બેટમાં જાન છે. નોંધનીય વાત તો એ છે કે ગયા વર્ષે યુવરાજને કોઈ ખરીદાર મળ્યાં નહોતા, અંતમાં મુંબઈ ઈન્ડિયન્સે 1 કરોડની સાવ બેઝ પ્રાઈઝમાં યુવરાજને ખરીદ્યો હતો. આ જ રીતે યુવરાજ સિંહ આઈપીએલની આવનારી મેચોમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બરકરાર રાખે છે તો વર્લ્ડકપ માટે તે મીડલ ઓર્ડરનો સારો ખેલાડી સાબિત થઈ શકે છે.

ભૂતકાળ પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે વર્ષ 2015માં યુવરાજસિંહ આઈપીએલના ઈતિહાસના સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. તે વર્ષે દિલ્લીએ 16 કરોડ રૂપિયામાં તેને ખરીદ્યો હતો. તે પહેલા પણ ૨૦૧૪માં આરબીસીએ યુવરાજને 14 કરોડમાં ખરીદ્યો હતો, પણ તેમની હેલ્થ અને નબળા ફોર્મ કારણે એક વર્ષમાં જ રીલીઝ કરી દેવામાં આવ્યાં હતાં. ગત સિઝનમાં કિંગ્સ ઈલેવન તરફથી રમતાં યુવરાજે 8 મેચ દરમિયાન માત્ર 65 રન જ બનાવ્યાં હતાં. અત્યાર સુધીમાં તેમણે ૧૨૯ આઈપીએલ મેચમાં ૨૭૦૪ રન બનાવ્યાં છે. જેમાં 13 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. આઈપીએલમાં યુવરાજનો શ્રેષ્ઠ સ્કોર પણ 83 રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments