Thursday, September 23, 2021
HomeIPL: ૧૦૦૦ રન બનાવવા માટે આન્દ્રે રસેલ રમ્યો સૌથી ઓછા ૫૪૮ બોલ
Array

IPL: ૧૦૦૦ રન બનાવવા માટે આન્દ્રે રસેલ રમ્યો સૌથી ઓછા ૫૪૮ બોલ

કોલકાતા: IPLની ૧૨મી સિઝનમાં ગત રવિવારે KKR ભલે દિલ્હી કેપિટલ્સ સામે સુપર ઓવરમાં મેચ હારી ગઈ હોય, પરંતુ તેના બેટ્સમેન આન્દ્રે રસેલના નામ એક અનેરી સિદ્ધિ જરૂર નોંધાઈ ગઈ. રસેલ IPLમાં સૌથી ઓછા બોલમાં ૧૦૦૦ રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. તેણે IPLમાં ફક્ત ૫૪૮ બોલ રમીને આ આંકડો સ્પર્શી લીધો, એટલે કે ૧૦૦૦ રન બનાવવા માટે લગભગ ૧૧ રન પ્રતિ ઓવર પ્રમાણે રન બનાવ્યા. રસેલ IPLમાં અત્યાર સુધીમાં ૫૩ મેચ માં ૪૩ ઇનિંગ્સ રમી ચૂક્યો છે. એ દરમિયાન તેણે સાત વાર અણનમ રહીને ૧૮૫.૦૬ના સ્ટ્રાઇક રેટથી ૧૦૫૩ રન બનાવ્યા છે, જેમાં તેની પાંચ અર્ધસદી પણ સામેલ છે. તે અત્યાર સુધીમાં ૭૭ ચોગ્ગા અને ૮૩ છગ્ગા ફટકારી ચૂક્યો છે એટલું જ નહીં, તે હરીફ ટીમના ૪૯ બેટ્સમેનોને પેવેલિયન ભેગા પણ કરી ચૂક્યો છે.

રસેલ પહેલી વાર ૨૦૧૨ની IPLમાં રમ્યો હતો. ત્યારે તેણે ચાર મેચમાં માત્ર ૪૭ રન બનાવ્યા હતા. ૨૦૧૩માં તે ત્રણ મેચમાં રમ્યો અને ૧૧ રન બનાવ્યા. ૨૦૧૪માં તે બે મેચમાં માત્ર બે રન જ બનાવી શક્યો. તેણે ૨૦૧૨ અને ૨૦૧૪માં એક-એક વિકેટ ઝડપી હતી, જ્યારે ૨૦૧૩માં તે એક પણ વિકેટ ઝડપી શક્યો નહોતો.

રસેલ માટે ૨૦૧૫ની IPL સિઝન ખાસ બની રહી. એ વર્ષે તેણે શાનદાર પ્રદર્શન કરતા ૧૩ મેચમાં ૩૬.૨૨ની સરેરાશ અને ૧૯૨.૮૯ના સ્ટ્રાઇક રેટથી ૩૨૬ રન બનાવ્યા. જોકે ૨૦૧૬માં તે કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં. તેણે ૧૨ મેચમાં ૨૬.૮૫ની સરેરાશથા ૧૮૮ રન બનાવ્યા. એ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ ૧૬૪.૯૧નો રહ્યો હતો.

રસેલે ગત વર્ષની IPLમાં ફરી શાનદાર પ્રદર્શન કર્યું. તેણે ૧૬ મેચમાં ત્રણ વાર અણનમ રહીને ૨૮.૭૨ની સરેરાશથી ૩૧૬ રન બનાવ્યા. આના માટે તે માત્ર ૧૭૧ બોલ રમ્યો. આ ઉપરાંત તેણે ૧૩ વિકેટ પણ ઝડપી. ૨૦૧૯ની વર્તમાન IPLમાં રસેલ ત્રણ મેચ રમી ચૂક્યો છે, જેમાં તે ૫૪.૩૩ની સરેરાશ અને ૨૪૩.૨૮ના સ્ટ્રાઇક રેટથી ૧૬૩ રન બનાવી ચૂક્યો છે. ત્રણમાંથી બે મેચમાં તે મેન ઓફ ધ મેચ પણ જાહેર થઈ ચૂક્યો છે.

રસેલ પોતાની IPL કરિયરમાં કરિયરમાં રમેલા બોલમાંથી ૧૬૦ એટલે કે ૨૮.૧૧ ટકા બોલને બાઉન્ડ્રીની બહાર પહોંચાડી ચૂક્યો છે. IPLમાં ટોપઓર્ડરનો કોઈ પણ બેટ્સમેન આ સરેરાશથી ચોગ્ગા-છગ્ગા ફટકારી શક્યો નથી. ક્રિસ ગેલના IPLમાં ૪૧૩૩ રન છે, જેમાં ૩૩૭ ચોગ્ગા અને ૩૦૨ છગ્ગા સામેલ છે. આના માટે ક્રિસે ગેલ ૨,૭૩૪ બોલ રમ્યો છે. એટલે કે તે ૨૩.૩૩ ટકા બોલને બાઉન્ડ્રીની બહાર પહોંચાડી શક્યો છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments