Thursday, September 23, 2021
HomeIPL 2019: CSKને ફરી જીત અપાવવા માટે ધોની તથા સુપરકિંગ્સ કરી રહ્યા...
Array

IPL 2019: CSKને ફરી જીત અપાવવા માટે ધોની તથા સુપરકિંગ્સ કરી રહ્યા છે પ્રેક્ટિસ

મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મા સિઝન માટે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં તૈયારીઓ શરૂ કરી. 23 માર્ચે ઉદ્ધાટન સ્પર્ધામાં ચેન્નાઇની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડમાં રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે ટકરાશે.

ગત વર્ષે ટીમને ત્રીજી વખત ચેમ્પિયન બનાવનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ અંબતિ રાયુડુ અને કેદાર જાધવની સાથે અભ્યાસ કર્યો, જે તાજેતરમાં ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ પાંચ મેચોની વનજે સીરિઝ રમનારી ભારતીય ટીમનો ભાગ હતા

ચેન્નાઇ પહોંચતા જ ઝોની ટીમની સાથે જોડાઇ ગયો. એને મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગ અને બેટિંગ કોચ માઇક હસી સાથે ચર્ચા કરતો જોવા મળ્યો હતો. ફ્લેમિંગ અને હસીની દેખરેખમાં ધોની, રાયડૂ, જાધવ, સુરેશ રૈના અને અન્ય બેટ્સમેન નેટ પર અભ્યાસ કરતા જોવા મળ્યા.

હસીએ આશા વ્યક્ત કરતા કહ્યું કે ટીમ ગત વર્ષની સફળતાને રિપીટ કરવામાં સફળ રહેશે. એમને કહ્યું, ‘ચેન્નાઇ સુપર કિંગ્સ જેવી ટીમની સાથે હંમેશા અપેક્ષાઓ હોય છે, પરંતુ મને લાગે છે કે અમે ગત સત્રથી ઘણી પ્રેરણા લઇ શકીએ છીએ.’

આઇપીએલમાં ધોનીએ 2018-2018 દરમિયાન અત્યાર સુધી 158 ઇનિંન્ગમાં 40.16 ની સરેરાશથી 4016 રન બનાવ્યા છે. એમનો ઉચ્ચતમ સ્કોર નોટઆઉટ 79 રન છે.

સુરેશ રૈનાએ આઇપીએલમાં સર્વાધિક રન બનાવ્યા છે. એને પોતાના 5000 રન પૂરા કરવા માટે માત્ર 15 રન બનાવવા પડશે. એ આ આંકડાને ટચ કરનાર પહેલો આઇપીએલ ખેલાડી હશે. રૈનાએ અત્યાર સુધી 172 ઇનિંન્ગમાં 34.37ની સરેરાશથી 4985 રન બનાવ્યા છે. એના ખાતામાં એક શતક અને 35 અર્ધશતક સામેલ છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments