IPL 2020 : આજે સાંજે 7.30 વાગે હૈદરાબાદ-દિલ્હી વચ્ચે ટક્કર.

0
0

આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી કાંટે કી ટક્કર થવાની છે. જો કે આ મેચમાં બન્ને ટીમને જીત સિવાય બીજું કશું ચાલે ન તેમ ન હોવાથી મેચ રોમાંચક બની રહેશે. પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે રહેલી દિલ્હી કેપિટલ્સ સાતમા ક્રમે રહેલી હૈદરાબાદ સામે કાગળ ઉપર તો ભારે દેખાઈ રહી છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર તેની તાકાત કેવી રહે છે તે જોવું રસપ્રદ રહેશે. આજના મેચ બાદ બન્ને ટીમે તેની બાકીની બે લીગ મેચ મુંબઈ અને બેંગ્લોર સામે રમવાના હોવાથી આજની મેચના બે પોઈન્ટ અત્યંત મહત્ત્વના બની રહેવાના છે.

દિલ્હી એક સમયે પોઈન્ટ ટેબલ ઉપર શાનથી બિરાજમાન હતું અને ટોપ-2માં નિશ્ર્ચિત જણાતું હતું પરંતુ પંજાબ અને કલકત્તા સામે સતત બે મેચમાં અણધારી હાર બાદ દિલ્હી કેમ્પ થોડો ચિંતામાં મુકાઈ ગયો છે. જો કે દિલ્હી આજે આ સીઝનમાં સંઘર્ષ કરી રહેલા હૈદરાબાદ સામે જીત મેળવીને પ્લેઓફમાં સ્થાન પાક્કું કરવાના મક્કમ નિર્ધાર સાથે મેદાનમાં ઉતરશે. બન્ને ટીમનો બોલિંગ એટેકે અસરકારક છે પણ બેટસમેનોનું નબળું પ્રદર્શન ચિંતા વધારી રહ્યું છે.

દિલ્હીએ પૃથ્વી શોને બહાર કરીને અજિંક્ય રહાણેને મોકો આપ્યો પણ તે હજુ સુધી ખાસ કોઈ કમાલ કરી શક્યો નથી. માર્કસ સ્ટો,નિસ અને શિમરન હેટમાયર પણ નિષ્ફળ નિવડી રહ્યા છે. હૈદરાબાદ તેના ટોપ-3 બેટસમેન ડેવિડ વોર્નર, જોની બેરિસ્ટો અને મનિષ પાંડે પર જ નિર્ભર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here