IPL 2020: બ્રેટ લીની ભવિષ્યવાણી, આ ટીમ જીતશે આ વખતે IPL ટાઇટલ

0
7

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ IPL 2020ને લઇ ભવિષ્યવાણી કરી છે. જણાવી દઇએ કે આ લીગ ટૂર્નામેન્ટ આ વર્ષે કોરોનાને કારણે તેના શેડ્યૂલથી મોડી રમાવવા જઇ રહી છે. આ વખતને આ લીગ ટૂર્નામેન્ટ ભારતમાં નહીં પણ UAEમાં રમાવવા જઇ રહી છે. IPL ઈતિહાસમાં આ બીજી વખત એવું બનશે કે તે બીજીવાર દેશની બહાર વિદેશમાં રમાશે. આ પહેલા IPL સાઉથ આફ્રિકામાં રમાઇ ચૂકી છે. Indian Premier League 2020, 19 સપ્ટેમ્બર 2020થી સંયુક્ત અરબ અમીરતમાં શરૂ થશે અને ફાઇનલ 8 નવેમ્બરના રોજ રમાશે. 51 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટ માટે ફ્રેન્ચચાઈઝીની ટીમો ઓગસ્ટમાં જ UAE જવા માટે રવાના થઇ જશે.

આ વખતે IPL 2020નું ટાઇટલ કોણ જીતશે તેને લઇ ચર્ચાઓ અત્યારથી જ શરૂ થઇ ગઇ છે. જેમાં પૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર બ્રેટ લીએ પણ પોતાનો મત રજૂ કર્યો છે. બ્રેટ લી અનુસાર, આ વર્ષે IPL 2020નું ટાઇટલ ચેન્નઇ સુપરકિંગ્સની ટીમ જીતી શકે છે. એક ક્રિકેટ શોમાં બ્રેટ લીએ આ વાત કરી છે. લીએ કહ્યું કે, ચેન્નઇની ટીમ પાસે ઘણાં અનુભવ છે અને સાથે જ એવા ખેલાડીઓ છે જેઓ પ્રેશરને સારી રીતે હેન્ડલ કરી શકે છે. તેમની પાસે વૉટસન, સુરેશ રૈના, ડ્વેન બ્રાવો અને ધોની જેવા દિગ્ગજ ખેલાડી છે. જેઓ કોઇપણ પરિસ્થિતિમાં મેચનો પાસો પલટી શકે છે. બોલિંગમાં ટીમની પાસે હરભજન સિંહ અને ઈમરાન તાહિર જેવા દિગ્ગજ સ્પિનર છે, જેઓ વિરોધી બેટ્સમેનોને બાંધીને રાખવામાં સક્ષમ છે.

બ્રેટ લીએ કહ્યું, CSK પાસે યુવા ખેલાડી અને અનુભવી ખેલાડી છે. જે આ ટીમને અન્ય ટીમોની સરખામણીમાં ખૂબ અલગ કરે છે. ચેન્નઈ ટીમની આ જ સૌથી મોટી તાકાત છે. UAEમાં IPL 2020 થવાને લઇ બ્રેટ લીએ કહ્યું કે, ત્યાંની પીચો સ્પિનરોને મદદ કરે છે. એવામાં ચેન્નઈને એડવાન્ટેજ રહેશે. ત્યાંની વેધર રિપોર્ટ મેં જોઇ છે, ત્યાં તાપમાન 40 ડિગ્રી સુધી રહે છે. એવામાં પિચ પર સ્પિનર બોલને ટર્ન કરાવી શકે છે. તેને કારણે જ ચેન્નઈને UAEમાં રમવાનો ફાયદો મળવાનો છે. લીએ કહ્યું કે, જો મેચ દરમિયાન ચેન્નઈની ટીમના દરેક સ્પિનરો બોલને ટર્ન કરાવવામાં સફળ રહ્યા તો કલ્પના કરો કે વિરોધી ટીમના બેટ્સમેનોનું શું થશે.

ઉલ્લેખનીય છે કે, CSK આ પહેલા 3 વાર IPL ટાઇટલ પોતાના નામે કરાવી ચૂક્યું છે અને મુંબઈ ઈન્ડિયન્સ આ ટાઇટલ 4 વાર જીતી ચૂક્યું છે. 2019ની IPL ફાઈનલમાં ચેન્નઈએ મુંબઈથી હારનો સામનો કરવો પડ્યો હતો. ધોનીની કેપ્ટન્સીમાં આ વખતે CSK ચોથીવાર IPLનું ટાઇટલ જીતવાની કોશિશ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here