IPL 2020: રોહિત શર્માના નિશાને ધોનીનો આ ખાસ રેકોર્ડ, ક્રિસ ગેલને પાછળ છોડવા પર કોહલીની નજર

0
0

કોરોના વાયરસને કારણે આ વખતની આઇપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિલંબ થયો છે અને હવે તે 19મી સપ્ટેમ્બરથી અમિરાતમાં યોજાનારી છે. છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ અટકી પડ્યું છે ત્યારે ક્રિકેટના કયા રેકોર્ડ બન્યા કે આગામી દિવસોમાં બનવાના છે તેની તો ક્યાંય ચર્ચા જ થતી ન હતી પરંતુ હવે જ્યારે આઇપીએલ રમાનારી છે ત્યારે તે તરફ ધ્યાન અપાઈ રહ્યું છે. ખેલાડીઓ અને ટીમોએ તૈયારીનો પ્રારંભ કરી દીધો છે. તમામ ટીમ વહેલાસર દુબઈ પહોંચી જવા માગે છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલી નવા રેકોર્ડ સર્જવા આતુર

ક્રિકેટપ્રેમીઓ પણ આ વખતે જૂના રેકોર્ડ તૂટતા અને નવા રેકોર્ડ બનતા જોવા માટે આતુર બની ગયા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી નવા રેકોર્ડ સર્જવા આતુર છે. રોહિત શર્મા પાસે આ વખતે ધોનીનો એક રેકોર્ડ તોડવાની તક છે તો ક્રિસ ગેઇલના એક આંકને પાર કરવાની વિરાટ કોહલી પાસે તક રહેલી છે.

રોહિત શર્મા ધોનીની 209 સિક્સરના આંકને આ વખતે વટાવવાનો પ્રયાસ કરશે

આઇપીએલમાં સૌથી વધુ સિક્સર ફટકારનારો ભારતીય બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની છે તેણે 190 મેચમાં 209 સિક્સર ફટકારી છે તેના કરતાં વધારે સિક્સર ક્રિસ ગેઇલ (326) અને ડી વિલિયર્સે (212) ફટકારેલી છે. રોહિત શર્મા અને સુરેસ રૈના સંયુક્તપણે ચોથા ક્રમે છે. બંનેએ 194 સિક્સર ફટકારી છે. આમ રોહિત શર્મા હવે ધોનીની 209 સિક્સરના આંકને આ વખતે વટાવવાનો પ્રયાસ કરશે.

આઇપીએલમાં દરેક ફ્રેન્ચાઇઝીને ઓછામાં ઓછી 14 મેચ તો રમવાની જ હોય છે અને તેમાં ય મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પ્લે ઓફમાં લગભગ તો આવતી જ હોય છે. આમ તેને વધારે મેચ પણ રમવા મળી શકે તેમ છે. આ સંજોગોમાં રોહિત પાસે આ તક રહેલી છે.
બીજી તરફ ક્રિસ ગેઇલે આઇપીએલમાં સૌથી વધારે સદી ફટકારી છે. બીજા ક્રમે વિરાટ કોહલી છે. કોહલીએ પાંચ અને ગેઇલે છ સદી ફટકારી છે. કોહલીનુ ફોર્મ અને તેની પ્રતિષ્ઠા જોતાં તે આ વખતે બે સદી ફટકારીને ગેઇલે પાછળ રાખી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here