પંજાબ કિંગ્સે IPL 2021ની 14મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચેન્નઈ ખાતે 19 ઓવરમાં 8 વિકેટે 114 રન કર્યા છે. મુરુગન અશ્વિન અને મોહમ્મદ શમી બેટિંગ કરી રહ્યા છે.
ખલીલ અહેમદે 3 વિકેટ લીધી
ક્રિસ ગેલ રાશિદ ખાનની બોલિંગમાં lbw થયો હતો. તેણે 17 બોલમાં 2 ફોરની મદદથી 15 રન કર્યા હતા. તે પછી દિપક હુડા 13 રને અભિષેક શર્માની બોલિંગમાં LBW થયો હતો. હુડાએ રિવ્યૂ લીધો હતો પણ અમ્પાયર્સ કોલ હોવાથી તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. જ્યારે મોઝેસ હેનરિક્સ 14 રને અભિષેક શર્માની બોલિંગમાં વિકેટકીપર બેરસ્ટો દ્વારા સ્ટમ્પ થયો હતો. ફેબિયન એલેન 6 રને ખલીલની બોલિંગમાં ડેવિડ વોર્નર દ્વારા કેચ આઉટ થયો હતો. તે પછી શાહરુખ ખાન ખલીલની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર અભિષેકના હાથે કેચ આઉટ થયો હતો. શાહરૂખે 17 બોલમાં 2 સિક્સની મદદથી 22 રન કર્યા હતા.
અગ્રવાલ શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યો નહીં
મયંક અગ્રવાલ સારી શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યો નહોતો. તે ખલીલ અહેમદની બોલિંગમાં મીડ-વિકેટ પર રાશિદ ખાનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 25 બોલમાં 22 રન બનાવ્યા હતા. તે પછી નિકોલસ પૂરન શૂન્ય રને ડેવિડ વોર્નર દ્વારા રનઆઉટ થયો હતો.
રાહુલ 4 રને ભુવનેશ્વરનો શિકાર થયો
લોકેશ રાહુલ ભુવનેશ્વર કુમારની બોલિંગમાં મીડ-વિકેટ પર કેદાર જાધવના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 6 બોલમાં 4 રન બનાવ્યા હતા.
T-20માં સૌથી ઝડપી 5 હજાર રન
132 ઇનિંગ્સ: ક્રિસ ગેલ
143 ઇનિંગ્સ: લોકેશ રાહુલ
144 ઇનિંગ્સ: શોન માર્શ
મિસ્ડ ચાન્સ: મયંક અગ્રવાલ શૂન્ય રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે અભિષેક શર્માની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર રાશિદ ખાને તેનો સરળ કેચ છોડ્યો હતો.
પંજાબે ટોસ જીતીને બેટિંગ લીધી
પંજાબ કિંગ્સના કેપ્ટન લોકેશ રાહુલે IPL 2021ની 14મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચેન્નઈ ખાતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબની ટીમમાં મોઝેઝ હેનરિક્સ અને ફેબિયન એલેન ડેબ્યુ કરી રહ્યા છે. તેમને ઝે. રિચાર્ડસન અને રીલે મેરેડીથની જગ્યાએ સ્થાન મળ્યું છે.
જ્યારે હૈદરાબાદની ટીમમાં 3 ફેરફાર કરાયા છે. કેદાર જાધવ ડેબ્યુ કરી રહ્યો છે. કેન વિલિયમ્સનની વાપસી થઈ છે. તેને મુજિબ ઉર રહેમાનની જગ્યાએ સ્થાન મળ્યું છે. અબ્દુલ સમદની જગ્યાએ કેદાર જાધવ રમી રહ્યો છે. તેમજ મનીષ પાંડેની જગ્યાએ સિદ્ધાર્થ કોલ રમી રહ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ-11: ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો, કેન વિલિયમ્સન, વિરાટ સિંહ, વિજય શંકર, અભિષેક શર્મા, કેદાર જાધવ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કોલ અને ખલીલ અહેમદ
પંજાબ કિંગ્સની પ્લેઈંગ-11: લોકેશ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, મોઝેઝ હેનરિક્સ, દિપક હુડા, શાહરુખ ખાન, જલજ સક્સેના, ફેબિયન એલેન, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ
હૈદરાબાદ 3 મેચ બાદ પણ પહેલી જીતની રાહ જોઇ રહ્યું છે. ત્રણેય મેચમાં હૈદરાબાદ લક્ષ્યાંકનો પિછો કરતા હારી છે. ધીમી પિચ પર ટીમનું મધ્યમક્રમ નિષ્ફળ રહ્યું છે.
હેડ-ટુ-હેડ
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 16 મેચ રમાઈ છે. તેમાંથી હૈદરાબાદે 11 અને પંજાબે 5 મેચ જીતી છે. પંજાબ સામે હૈદરાબાદનો સક્સેસ રેટ 69% રહ્યો છે. જ્યારે ચેન્નઈ ખાતે આ સીઝનમાં 6માંથી 5 મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમે જીતી છે. આ ટ્રેન્ડ જારી રહેતા બીજા દાવમાં આજે પણ રનચેઝ કરવા અઘરા સાબિત થઈ શકે છે.