Saturday, June 3, 2023
HomeખેલIPL 2023 : મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવ્યું

IPL 2023 : મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવ્યું

- Advertisement -

5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ-2023ની એલિમિનેટર મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવ્યું છે. આ જીત સાથે રોહિત શર્માની ટીમ ક્વોલિફાયર-2માં પહોંચી ગઈ છે. ક્વોલિફાયર-2માં મુંબઈનો મુકાબલો 26 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે થશે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમ 16.3 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ તરફથી આકાશ મેધવાલે 3.3 ઓવરમાં માત્ર 5 રનમાં 5 વિકેટ ઝડપી હતી, તેની ઇકોનોમી 1.40ની રહી હતી. LSGના 3 બેટર્સ રન આઉટ થયા હતા. પહેલી ઇનિંગમાં કેમરોન ગ્રીને 41 અને સૂર્યકુમાર યાદવે 33 રન બનાવ્યા હતા.

પાવરપ્લેમાં મક્કમ શરૂઆત બાદ પીયુષ ચાવલાએ નવમી ઓવરમાં કૃણાલ પંડ્યાને કેચઆઉટ કરાવ્યો હતો. આગલી જ ઓવરમાં આકાશ મેધવાલે આયુષ બદોની અને નિકોલસ પૂરનને આઉટ કર્યા હતા. ચાવલા અને મેધવાલ પછી માર્કસ સ્ટોઇનિસ અને કૃષ્ણપ્પા ગૌતમ આગામી બે ઓવરમાં રનઆઉટ થયા હતા. ટીમનો સ્કોર 69 રને 2 વિકેટેથી સીધો 92 રને 7 પર પહોંચ્યો હતો. મેધવાલે રવિ બિશ્નોઈને પણ 100 રનના ટીમના સ્કોર પર પેવેલિયન મોકલ્યો હતો. આ જ ઓવરમાં દીપક હુડા પણ રનઆઉટ થયો હતો. આ રીતે એ 31 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી.

183 રનના ટાર્ગેટને ચેઝ કરતા લખનઉની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે બીજી જ ઓવરમાં પ્રેરક માંકડની વિકેટ ગુમાવી દીધી હતી. કાઇલ મેયર્સ પણ ચોથી ઓવરમાં આઉટ થયો હતો. પરંતુ માર્કસ સ્ટોઇનિસની ઇનિંગની મદદથી ટીમે 6 ઓવરમાં 54 રન બનાવ્યા હતા. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 182 રન બનાવ્યા હતા. ચેપોક મેદાન પર કેમરૂન ગ્રીને 23 બોલમાં 41 રનની ઇનિંગ રમી હતી, જ્યારે સૂર્યકુમાર યાદવે 33 રન બનાવ્યા હતા. છેલ્લે નેહલ વાઢેરાએ 12 બોલમાં 23 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. નવીન ઉલ હકે 38 રનમાં 4 વિકેટ લીધી હતી, જ્યારે યશ ઠાકુરને બે સફળતા મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular