Friday, March 29, 2024
HomeખેલIPL 2023 : આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે થશે ટક્કર

IPL 2023 : આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે થશે ટક્કર

- Advertisement -

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની બીજી ક્વોલિફાયર મેચ આજે (26 મે) ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ટીમ માટે આ મેચ કરો યા મરો રહેશે. જે ટીમ મેચ જીતશે તે સીધી ફાઇનલમાં પહોંચી જશે. ગુજરાત ટાઇટન્સની ટીમને ચેન્નઇ સુપર કિંગ્સ સામે પ્રથમ ક્વોલિફાયરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુંબઈએ એલિમિનેટર મેચમાં લખનઉને હરાવ્યું હતું.

ગુજરાત ટાઇટન્સ સામેની ક્વોલિફાયર-2 મેચમાં મુંબઈની નજર ફાઇનલમાં એન્ટ્રી મારવા પર હશે. અત્યાર સુધીમાં 5 વખત આઇપીએલ ટાઈટલ જીતી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છઠ્ઠી વખત ટ્રોફી જીતવા ઇચ્છશે. આ સાથે જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સની ટીમ પણ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી ચેમ્પિયન બનવા માંગશે. IPL 2023 માં ગુજરાત ટાઇટન્સની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે મુંબઈની ટીમ ચોથા નંબર પર રહી હતી. એકંદરે ક્વોલિફાયર-2માં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઇટન્સનો બહુ જૂનો ઇતિહાસ નથી. ગુજરાતની ટીમ IPLની ગત સીઝનમાં પ્રવેશી હતી અને ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. બંને ટીમો વચ્ચેની મેચની વાત કરીએ તો મુંબઈની ટીમ ગુજરાત કરતા આગળ છે. IPLમાં અત્યાર સુધીમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 3 મેચ રમાઈ છે. દરમિયાન મુંબઈએ 2 અને ગુજરાતે એક મેચ જીતી છે. IPL 2023માં બંને ટીમો વચ્ચે 2 મેચ રમાઈ હતી જેમાં બંન્ને ટીમ 1-1 મેચ જીતી હતી. જ્યારે IPL 2022માં મુંબઈએ ગુજરાતને હરાવ્યું હતું. આ રીતે મુંબઈની ટીમ IPLમાં ગુજરાત કરતાં 2-1થી આગળ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular