IPL 2025નો પ્રારંભ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. 22 માર્ચથી IPL 2025નો પ્રારંભ થશે. IPLમાં પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટરાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે કોલકાતાના ઇડનગાર્ડન્સમાં રમાશે. IPLમાં દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલને ટીમના કમાન સોપતા હવે તમામ 10 ટીમના કેપ્ટન્સ જાહેર થઇ ગયા છે. આ દરમિયાન અમે તમને IPL 2025માં કઇ ટીમની કમાન કોણ સંભાળશે તેના વિશે જણાવી રહ્યાં છીએ.
અક્ષર પટેલ બન્યો દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન, આ સિઝનમાં બે ગુજરાતી ખેલાડી IPL 2025માં ટીમની કમાન સંભાળશે
અક્ષર પટેલ બન્યો દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન, આ સિઝનમાં બે ગુજરાતી ખેલાડી IPL 2025માં ટીમની કમાન સંભાળશે
દિલ્હી કેપિટલ્સ- અક્ષર પટેલ
સનરાઇઝર્સ હૈદરાબાદ- પેટ કમિન્સ
પંજાબ કિંગ્સ- શ્રેયસ અય્યર
મુંબઇ ઇન્ડિયન્સ- હાર્દિક પંડ્યા
લખનૌ સુપરજાયન્ટ્સ- રિષભ પંત
ગુજરાત ટાઇટન્સ- શુભમન ગિલ
રાજસ્થાન રોયલ્સ- સંજુ સેમસન
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ- રજત પાટીદાર
ચેન્નાઇ સુપરકિંગ્સ- રુતુરાજ ગાયકવાડ
કોલકાતા નાઇટરાઇડર્સ- અજિંક્ય રહાણે
IPL 2025માં 9 ટીમના કેપ્ટન ભારતીય ખેલાડી છે જ્યારે એકમાત્ર સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન વિદેશી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પેટ કમિન્સને ટીમની કમાન સોપી છે. પેટ કમિન્સની કેપ્ટન્સીમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ગત સિઝનમાં સારૂ પ્રદર્શન કર્યું હતું અને ફાઇનલમાં પહોંચી હતી.