Tuesday, October 26, 2021
HomeIPL : નુકસાનથી બચવા માટે બીસીસીઆઈ યુએઈમાં આઈપીએલ કરાવી રહ્યું
Array

IPL : નુકસાનથી બચવા માટે બીસીસીઆઈ યુએઈમાં આઈપીએલ કરાવી રહ્યું

કરોડોની કમાણી દ્વારા પોતાની તિજોરી ભરવા માટે બીસીસીઆઈ નવા-નવા પ્રયોગ કરી રહ્યું છે. આઈપીએલ જેવી દુનિયાની સૌથી લોકપ્રિય લીગના આયોજનની સાથે-સાથે વિદેશી પ્રવાસ દ્વારા ક્રિકેટ ઈન્ટરનેશનલ પર છવાઈ રહ્યું છે. જોકે, બોર્ડને સુપરસ્ટાર ખેલાડી આપનારા રાજ્ય એસોસિએશનનું ક્રિકેટ બેકફૂટ પર જઈ રહ્યું છે.

તેમની કમાણીનો મુખ્ય સ્રોત બીસીસીઆઈ દ્વારા મળતું ફંડ અને આઈપીએલ છે. બોર્ડે રૂ.2200 કરોડના નુકસાનથી બચવા માટે ટી20 લીગ યુએઈ શિફ્ટ કરી દીધી છે. જોકે, રાજ્ય સંઘોને થનારા નુકસાન અંગે વિચાર્યું નથી. ગયા વર્ષે પણ આઈપીએલ યુએઈમાં થવાથી રાજ્ય સંઘોને નુકસાન થયું હતું. વર્ષ 2019થી રાજ્ય સંઘોના વિકાસ કાર્યો ખોરંભે પડેલા છે. સંઘો ત્રણ વર્ષથી ફંડની રાહ જોઈ રહ્યા છે.

અધ્યક્ષ ગાંગુલીએ 1 ડિસેમ્બર, 2019માં જાહેરાત કરી હતી કે, સારી સુવિધાઓના નિર્માણ માટે રાજ્યોને પ્રોત્સાહિત કરવા જરૂરી છે. તેના માટે બોર્ડ વિવિધ વિભાગ હેઠળ પૈસા આપશે. બીસીસીઆઈ વિકાસ કાર્યો પર દેખરેખ પણ રાખશે. આ જાહેરાત પછી એક પણ રાજ્ય સંઘને સબસિડી મળી નથી. બીસીસીઆઈએ 1994માં નિર્ણય લીધો હતો કે, કમાણીના 70% ક્રિકેટના વિકાસ કાર્યો પાછળ ખર્ચાશે.

સ્ટેટ બોર્ડને આ વખતે 29 મેચની રકમ પણ મળી નથી, બીસીસીઆઈ દરેક મેચના 1 કરોડ યજમાન રાજ્યને આપે છે

યુએઈમાં આઈપીએલ ફેઝ-2ની બાકીની 31 મેચ કરાવવાથી બીસીસીઆઈનું નુકસાન તો ટળી જશે. જોકે, રાજ્ય સંઘોને મોટું નુકસાન થશે. બોર્ડ રાજ્ય સંઘને એક મેચના આયોજનના રૂ.1 કરોડ આપે છે. આ ઉપરાંત, સ્પોન્સરશિપ, ટિકિટ વિન્ડો, સ્ટેડિયમમાંથી પણ કમાણી થાય છે. જોકે, રાજ્ય બોર્ડોએ આ કમાણીથી હાથ ધોવા પડશે.

આ ઉપરાંત જે 29 મેચ રમાઈ હતી, તેની રકમ પણ હજુ સુધી રાજ્ય એસોસિએશનનેે મળી નથી. સૂત્રો અનુસાર આ અંગે બીસીસીઆઈ તરફથી રાજ્ય સંઘોને કોઈ ઈ-મેલ પણ મોકલાયો નથી. એક રાજ્ય સંઘના અધ્યક્ષે કહ્યું કે, બીસીસીઆઈ અત્યારે આઈપીએલ ફેઝ-2ની તૈયારી કરી પોતાનું નુકસાન દૂર કરી રહ્યું છે. આ સ્થિતિમાં અમે પોતાની મેચ ફીસ માગી શકીએ છીએ. જો અમે માગણી કરી તો ડર છે કે, ભવિષ્યમાં યોજાનારી મેચની યજમાનીથી અમને વંચિત કરી દેવામાં આવે. અમે ત્રણ વર્ષથી વાર્ષિક ફંડની પણ રાહ જોઈ રહ્યા છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments