Tuesday, September 21, 2021
HomeIPL : ચહલે સિઝનની પ્રથમ વિકેટ લીધી, તો પત્ની ધનશ્રીની આંખો ભીની...
Array

IPL : ચહલે સિઝનની પ્રથમ વિકેટ લીધી, તો પત્ની ધનશ્રીની આંખો ભીની થઈ ગઈ

રવિવારે IPL 2021ની સિઝનની પ્રથમ ડબલ હેડર એટલે કે એક દિવસમાં બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચમાં કોહલીની કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)એ ઓએન મોર્ગેનની કેપ્ટનશીપ વાળી કોલકતા નાઈટ રાઈડર્સ(KKR)ને 38 રનથી હરાવી હતી. તે પછી દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવી. દિલ્હીની કમાન ઋષભ પંત અને પંજાબની કેપ્ટનશીપ લોકેશ રાહુલ સંભાળી રહ્યાં છે.

બેંગલુરુ ટીમના સ્પિનર યુજવેન્દ્ર ચહલે સિઝનની પ્રથમ વિકેટ આ મેચમાં લીધી. આ દરમિયાન તેમની પત્ની ધનશ્રી સ્ટેન્ડમાં ભાવુક થઈ હતી. તેની આંખો ભીની થઈ ગઈ. સિઝનની ત્રીજી મેચ રમી રહેલા ચહેલે 2 વિકેટ લીધી. મેચ જોતા ધનશ્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો.

સિઝનની પ્રથમ ડબલ હેડરમાં એક અજીબ સંયોગ પણ જોવા મળ્યો. બંને મેચમાં 16-16 સિક્સ લાગી. બંને મેચમાં વિનર ટીમે હરીફ ટીમની સરખામણીએ ઓછી સિક્સ લગાવી. પ્રથમ મેચમાં બેંગલુરુએ 7 અને કોલકાતાની ટીમે 9 સિક્સ લગાવી. જ્યારે બીજી મેચમાં પંજાબની ટીમે 10 સિક્સ મારી, જ્યારે વિજેતા દિલ્હીએ માત્ર 6 સિક્સ લગાવી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments