Friday, September 17, 2021
HomeIPL ફેઝ-2 : પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે...
Array

IPL ફેઝ-2 : પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે

BCCIએ IPL-2021ના ફેઝ-2નું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. IPL-2021માં બાકી રહેલી 31 મેચનું આયોજન 19 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમિરાત્સ (UAE)માં કરાશે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ ટૂર્નામેન્ટના બીજા ફેઝની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI)અને ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) વચ્ચે રમાશે. કોરોના મહામારીના કારણે ફેઝ-1 સ્થગિત થતા બાકીની 31 મેચ પૈકી 13 મેચ દુબઈ, 10 શારજાહ અને 8 અબુ ધાબીમાં રમાશે.

આ ટૂર્નામેન્ટમાં કુલ 7 ડબલ હેડર (એક દિવસમાં 2 ) મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક દિવસની અંદર જ પહેલી મેચ બપોરે 3:30 વાગ્યે તો બીજી મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. લીગ સ્ટેજની છેલ્લી મેચની વાત કરીએ તો એ 8 ઓક્ટોબરના દિવસ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે.

27 દિવસીય ટૂર્નામેન્ટની 31 મેચમાંથી 13 દુબઈમાં રમાશે. ફાઇલ ફોટો
27 દિવસીય ટૂર્નામેન્ટની 31 મેચમાંથી 13 દુબઈમાં રમાશે. ફાઇલ ફોટો

IPL ફેઝ-2 પછી વર્લ્ડ કપની તૈયારી

  • ફેઝ-2નાં નોક આઉટ રાઉન્ડની શરૂઆત 10 ઓક્ટોબરથી થશે, ત્યારે પહેલી ક્વોલિફાયર મેચ-1 રમાશે.
  • 11 ઓક્ટોબરે એલિમિનેટર અને 13 ઓક્ટોબરે ક્વોલિફાયર-2ની મેચનું આયોજન કરાયું છે.
  • IPL 2021ની ફાઇનલ મેચ 15 ઓક્ટોબરના દિવસે દુબઈમાં રમાશે. ત્યારપછી BCCIએ UAE અને ઓમાનમાં T-20 વર્લ્ડ કપનું આયોજન પણ કર્યું છે.

કોવિડ કેસ વધતા પહેલો ફેઝ સ્થગિત થયો
IPL 2021ની શરૂઆત 9 એપ્રિલથી ઈન્ડિયામાં થઈ હતી. જેની મિડ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદના ઋદ્ધિમાન સાહા, દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રા, KKRના સંદીપ વૉરિયર અને વરુણ ચક્રવર્તી, CSKના બોલિંગ કોચ લક્ષ્મિપતિ બાલાજી અને બેટિંગ કોચ માઇક હસી કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. જેના કારણે 4 મેના દિવસે 29 મેચ પછી IPLને સ્થગિત કરવાની ફરજ પડી હતી.

IPLના બીજા ફેઝમાં વિદેશી ખેલાડી અંગે સસ્પેન્સ યથાવત
IPLની બાકીની મેચમાં વિદેશી ખેલાડીઓના રમવા પર સસ્પેન્સ યથાવત છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર એશ્લે ગિલ્સ પહેલેથી જ કહી ચૂક્યા છે કે તેના ખેલાડીઓ IPLના બીજા ફેઝ માટે UAE જઈ શકશે નહીં. આ દરમિયાન ઇંગ્લેન્ડે ઘણા દેશો સાથે શ્રેણી રમવાની છે. આવી સ્થિતિમાં ઇંગ્લિશ કેપ્ટન મોર્ગન, જોસ બટલર સહિતના ઘણા ઇંગ્લિશ પ્લેયર્સ રમી શકશે નહીં.

તે જ સમયે ઓસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકા સામે હોમ સિરીઝ પણ રમશે. જ્યારે ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સામે રમવાનું છે. બીજી તરફ જોવા જઈએ તો દક્ષિણ આફ્રિકાએ નેધરલેન્ડ્સ સામે પણ હોમ સિરીઝ રમવાની છે અને ઓછામાં પુરુ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ખેલાડીઓ પણ નેશનલ ટીમ સાથે જોડાયેલા રહેશે. હવે આવી પરિસ્થિતિમાં વિદેશી ખેલાડીઓ IPLના ફેઝ-2માં ભાગ લેશે કે નહીં એ અંગે સસ્પેન્સ યથાવત છે.

ઈન્ડિયન ખેલાડી ઇંગ્લેન્ડ ટૂરથી દુબઈ પહોંચશે
ઈન્ડિયન ટીમના પ્લેયર્સ અત્યારે શ્રીલંકા અને ઇંગ્લેન્ડ ટૂર પર છે. શ્રીલંકા ગયેલા ખેલાડીઓએ ટૂરની છેલ્લી મેચ 29 જુલાઈએ રમવાની છે. તે જ સમયે ઇંગ્લેન્ડ ગયેલા ભારતીય ખેલાડીઓ 14 સપ્ટેમ્બર પછી લંડનથી સીધા દુબઈ પહોંચશે. જ્યાં IPL ફેઝ-2ની મેચ દુબઇ, અબુ ધાબી અને શારજાહમાં રમાશે. ત્યારપછી આ તમામ સ્ટેડિયમ T-20 વર્લ્ડ કપ માટે ICCને સોંપવામાં આવશે.

દિલ્હી કેપિટલ્સ પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર
અત્યારે તો IPL 2021ના પોઇન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સની ટીમ ટોપ પર છે. જ્યારે CSK બીજા અને વિરાટની RCB ત્રીજા ક્રમાંક પર છે. ધોનીની ટીમ છેલ્લી સિઝનમાં પ્લેઓફ સુધી પણ ક્વોલિફાઈ કરી શકી નહોતી. તેવામાં આ સિઝન દરમિયાન ધોનીના ફેન્સને એનાથી ઘણી આશા બંધાયેલી રહેશે. મુંબઈ ઈન્ડિયન્સ પોઇન્ટ ટેબલમાં ચોથા ક્રમાંક પર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments