Wednesday, September 22, 2021
HomeIPL2019: વાનખેડે સ્ટેડિયમમાં પગ મૂકતા જ ભાવુક થયો યુવરાજ સિંહ, કહી આટલી...
Array

IPL2019: વાનખેડે સ્ટેડિયમમાં પગ મૂકતા જ ભાવુક થયો યુવરાજ સિંહ, કહી આટલી મોટી વાત

ઇન્ડિયન પ્રીમિયમ લીગની 12મી સિઝનની શરૂઆત 23 માર્ચથી થઇ રહી છે. દરેક ટીમો પોતપોતાના ઘરેલૂ મેદાન પર જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ વચ્ચે ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહ જ્યારે પ્રેક્ટિસ સેશનમાં સામેલ થવા માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો તો એ થોડો ભાવુક થઇ ગયો.

વાસ્તવમાં યુવરાજે જેવો મેદાન પર પગ મૂક્યો તો એને 2011 વર્લ્ડ કપ ફાઇનલની યાદો તાજી થવા લાગી, તમને જણાવી દઇએ કે યુવરાજ સિંહ 2011 વર્લ્ડ કપનો હીરો રહ્યો હતો. ફાઇનલ મેચમાં યુવરાજ સિંહ એ વખતે ધોનીની સાથે બેટિંગ કરી રહ્યો હતો, જ્યારે માહીએ સિક્સ મારીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી.

મુંબઇ ઇન્ડિયન્સે પતાના ટ્વિટર હેન્ડર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં યુવરાજ સિંહ પોતાની ભાવનાઓને વ્યક્ત કરી રહ્યો હતો. યુવીને જ્યારે પૂછવામાં આવ્યું કે તારા બેટનું વજન કેટલું હશે તો એને જણાવ્યું કે 2.8 કિલોગ્રામ.

તમને જણાવી દઇએ કે યુવરાજ સિંહ આ વખતે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે. આ પહેલા એ કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments