Saturday, September 18, 2021
Homeઆઈપીઓ : બીએસઈ ખાતે ઈન્ટ્રા ડે 129.57 ટકા ઉછાળા સાથે વૃદ્ધિ નોંધાવી
Array

આઈપીઓ : બીએસઈ ખાતે ઈન્ટ્રા ડે 129.57 ટકા ઉછાળા સાથે વૃદ્ધિ નોંધાવી

વડોદરા સ્થિત તત્વ ચિંતન ફાર્માએ ઈશ્યૂ પ્રાઈસ રૂ. 1083 સામે 94.99 ટકા પ્રિમિયમ સાથે 2111.80ના ભાવે લિસ્ટિંગ કરાવ્યુ છે. આ સાથે બીએસઈ ખાતે ઈન્ટ્રા ડે 129.57 ટકા ઉછાળા સાથે રૂ. 2486.30ની ઓલટાઈમ હાઈ સપાટીએ વૃદ્ધિ નોંધાવી હતી.

દિવસના અંતે 113.31 ટકા વધી 2310.25 પર બંધ રહ્યો હતો. કંપનીની માર્કેટ વેલ્યૂ 5120.68 કરોડ થઈ છે. જ્યારે એનએસઈ પ્લેટફોર્મ પર 95 ટકા ગેઈન સાથે 2111.85 પર લિસ્ટિંગ કરાવ્યા બાદ 112.67 ટકા વધી 2303.30 પર પહોંચ્યો હતો. કંપનીના બીએસઈ પર 8.99 લાખ અને એનએસઈ પર 78.60 લાખ શેર્સ ટ્રેડેડ છે. રૂ. 500 કરોડની ઈશ્યૂ સાઈઝ સાથે તત્વ ચિંતનનો આઈપીઓ કુલ 180.36ગણો ભરાયો હતો.

જેમાં રિટેલ પોર્શન 35.35 ગણો, એનઆઈઆઈ 512.22 ગણો, ક્યુઆઈબી 185.23 ગણો નોંધાયો હતો. વડોદરા સ્થિત સ્પેશિયાલિટી કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની અમેરિકા, ચીન, જર્મની, જાપાન, સાઉથ આફ્રિકા સહિત 25થી વધુ દેશોમાં નિકાસ કરે છે. કંપનીની 76 ટકા આવકો નિકાસોમાંથી પ્રાપ્ત થાય છે.

જુલાઈમાં લિસ્ટેડ આઈપીઓમાં સરેરાશ 80 ટકા રિટર્ન: જુલાઈ માસમાં લિસ્ટિંગ કરાવનાર કુલ પાંચ આઈપીઓમાં સરેરાશ 79.74 ટકા સુધી રિટર્ન છૂટી રહ્યુ છે. જેમાં રોકાણકારોએ તત્વ ચિંતનમાં સૌથી વધુ 113.31 ટકા, જીઆર ઈન્ફ્રામાં 106.21 ટકા અને ઝોમેટોમાં 86.45 ટકા રિટર્ન મેળવ્યુ છે.

રોલેક્સ રિંગ્સના આઈપીઓ માટે આજે અંતિમ દિવસ છે. જે અત્યાર સુધીમાં 9.26ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં રિટેલ પોર્શન 15.89ગણો, એનઆઈઆઈ 5.85ગણો અને ક્યુઆઈબી 0.23ગણો ભરાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments