Tuesday, December 7, 2021
HomeIPSની શાનમાં થશે ઘટાડો, અમદાવાદ પોલીસ કમિશ્નરે લીધો મોટો નિર્ણય
Array

IPSની શાનમાં થશે ઘટાડો, અમદાવાદ પોલીસ કમિશ્નરે લીધો મોટો નિર્ણય

અમદાવાદ પોલીસ વિભાગના IPS અધિકારીઓના હાલ કપરા દિવસો ચાલી રહ્યા છે. શહેર પોલીસ કમિશનર અને એડમિન વિભાગના જોઇન્ટ પોલીસ કમિશનર દ્વારા લેવાયેલા એક નિર્ણયને કારણે શહેરના આઈપીએસ અધિકારીઓની શાખ અને શાનમાં ઘટાડો થયો છે. એવું તો શું થયું કે જેના કારણે આઇપીએસ અને જીપીએસ કેડરમાંથી પ્રમોશન મેળવેલા આઇપીએસ અધિકારીઓમાં નારાજગી પ્રવર્તી રહી છે.

શહેર પોલીસ કમિશનર અને એડમીન વિભાગના જોઇન્ટ પોલીસ કમિશનરના એક નિર્ણયને કારણે આઇપીએસ અધિકારીઓની શાન અને શાખમાં ઘટાડો થયો છે. તમામ આઈપીએસ કેડરના અધિકારીઓના ડ્રાઈવર હથિયારધારી પોલીસ વિભાગમાંથી હોય છે. જે અંતર્ગત ડીસીપી તેમજ ડીવાયએસપી સાથે એક ડ્રાઇવર, એક ગનમેન હોય છે. પરંતુ હવે તેમની પાસેથી આ સુવિધા પરત લેવામાં આવી છે.

કેદી જાપ્તામાં એક પીએસઆઈ અને બેથી વધુ કોન્સ્ટેબલને મુકવામાં આવતા હોય છે. જેના કારણે એજન્સીઓ તેમજ ઝોનની કચેરીઓમાં કર્મચારીઓની અછત વર્તાતી હતી. છેલ્લા ઘણા સમયથી આ મામલે ફરિયાદો ઉઠતા પોલીસ કમિશનર અને એડમીન વિભાગના જોઈન્ટ પોલીસ કમિશનર વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં ડીસીપી અને ડીવાયએસપી કેડરના અધિકારીઓ પાસેથી ડ્રાઇવર અને ગનમેનને હેડક્વાર્ટર પરત મોકલવાનો તઘલખી નિર્ણય લેવાયો.

ગુજરાત પોલીસ વિભાગ પાસે મંજૂર મહેકમ કરતા ઓછુ મહેકમ છે. અને ઉપરથી કામનું ભારણ પણ ખૂબ જ વધારે છે. જેને લઈને તમામ પોલીસકર્મીઓ પર સરેરાશ 4 ગણું કામ રહે છે. કેદી જાપ્તામાં પીએસઆઇ રહેવાથી અનેક કેસોની તપાસ અને ગુનાના ઉકેલમાં ઘણી વાર લાગતી હોય છે. આથી આ તમામ મુદ્દાઓની વિગતવાર રજૂઆત પોલીસ કમિશનર સામે કરવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપે ગુજરાત કેડર અને ડાયરેક્ટ ડીસીપી બનેલા અધિકારીઓના ડ્રાઈવર અને ગેસમેન આંચકી લેવામાં આવતા આઈપીએસ લોબીમાં નારાજગી ફરી વળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments