Wednesday, September 29, 2021
Homeઇરાન : નવા રાષ્ટ્રપતિના શપથગ્રહણમાં ભારતનું પ્રતિનિધિત્વ જયશંકર કરે તેવી સંભાવના
Array

ઇરાન : નવા રાષ્ટ્રપતિના શપથગ્રહણમાં ભારતનું પ્રતિનિધિત્વ જયશંકર કરે તેવી સંભાવના

અફઘાનિસ્તાનમાં બદલાતી જતી પરિસ્થિતિઓની વચ્ચે વિદેશપ્રધાન એસ જયશંકરે પાંચ ઓગસ્ટે તેહરાનમાં ઇરાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાઇસીના શપથગ્રહણ સમારંભમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે તેવી સંભાવના છે.

રાઇસીને ઇરાનના કટ્ટરપંથી નેતા માનવામાં આવે છે. તે સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ અલી ખોમેનીના નજીક છે. તેમણે જૂનમાં ભારે બહુમતીથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી હતી. ભારતે પહેલા જ આ આયોજન માટે ઇરાનનું આમંત્રણ સ્વીકાર્યુ છે. તેમા કેટલાક દેશોના પ્રતિનિધિઓ અને નેતાઓ ભાગ લે તેવી સંભાવના છે.

અમેરિકાના પ્રતિબંધોના લીધે ઇરાન સાથેના સંબંધોમાં છેલ્લા ત્રણ વર્ષથી ઉદાસીન વલણ અપનાવનારુ ભારત પોતાનું વલણ બદલી શકે છે. ભારત સરકાર પોતાની તેલ કંપનીઓને ઇરાનમાંથી ક્રૂડ ઓઇલ ખરીદીની છૂટ આપવા વિચારી રહી છે.

ગયા મહિને જ વિદેશપ્રધાને રશિયાના પ્રવાસ દરમિયાન ઇરાનની રાજધાની તેહરાનમાં રોકાણ દરમિયાન નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસી સાથે મુલાકાત કરી હતી. અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકો પરત ફર્યા પછી બદલાયેલી સ્થિતિ અને રણનીતિક હિતો પર સંભવિત ભયને ધ્યાનમાં રાખતા વિદેશ મંત્રી એસ જયશંકરે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ઇરાનમાં પોતાના સમકક્ષ જવાદ જરીફ સાથે ફોન પર લાંબો સમય વાત કરી હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાનના તેજ થઈ રહેલા હુમલાને જોતા આ પરિસ્થિતિમાં ઇરાનની ભૂમિકા મહત્ત્વની બની ગઈ છે. ઇરાન તાલિબાનના મોટા જૂથ સાથે સંપર્કમાં હોવા ઉપરાંત પોતાના સ્તરે અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચે શાંતિ પણ કરાવી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments