Monday, January 24, 2022
Homeતુર્કી રાષ્ટ્રપતિની કવિતાથી ભડક્યું ઈરાન, કહ્યું: દેશના લઘુમતીઓને ભડકાવનારું નિવેદન
Array

તુર્કી રાષ્ટ્રપતિની કવિતાથી ભડક્યું ઈરાન, કહ્યું: દેશના લઘુમતીઓને ભડકાવનારું નિવેદન

તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈય્યબ એર્દોગનએ અઝરબૈઝાનની રાજધાની બાકુમાં સેનાએની વિજય પરેડ નિહાળતા દરમ્યાન અઝારી-ઈરાની કવિતા વાંચી હતી. જેને લઈને વિવાદ ઉભો થયો છે. આ કવિતા 19મી સદીમાં રશિયા અને ઈરાન વચ્ચે અઝરબૈઝાનના ભાગલાને લઈને લખાઈ હતી જેના પર ઈરાન ભડક્યું છે. ઇરાનના વિદેશ મંત્રાલયએ આ મુદ્દે તુર્કીના રાજદૂતને સમન મોકલ્યું છે.

એર્દોગનએ કવિતામાં કહ્યું છે કે ‘તેમણે અરાસ નદીને વહેંચી દીધી અને તેમાં પથ્થર અને થાંભલા ખોપી દીધા, હું તમારાથી અલગ નથી થવા માનતો, પરંતુ તેઓ મને જબરદસ્તી અલગ કરવા માંગે છે.’ ઈરાને આ નિવેદનને પોતાના આંતરિક મુદ્દામાં દખલ દેવાવાળું નિવેદન ગણાવ્યું છે અને તુર્કી રાજદૂતને તુરંત આ મામલે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.

ઈરાને વ્યક્ત કરી ચિંતા અને ચેતવણી

ઈરાને ચિંતા વ્યક્ત કરી છે કે આ પ્રકારની ટિપ્પણીને કારણે દેશમાં અજારી લઘુમતી વચ્ચે અલગતાવાદી ભાવના ભડકી શકે છે. ઈરાની વિદેશ મંત્રાલયે પોતાની વેબસાઈટ પર લખ્યું છે કે તુર્કીના રાજદૂતને જણાવવામાં આવ્યું છે કે બીજાની જમીન પર દાવો કરવાની અને વિસ્તારવાદી દેશોનો તબક્કો જતો રહ્યો છે. ઈરાન કોઈને પણ પોતાની અખંડતામાં હસ્તક્ષેપ કરવાની અનુમતિ નથી આપતું.

તુર્કીમાં અલગતાવાદીનું પ્રતીક છે કવિતા

ઈરાનના વિદેશ મંત્રી જવાદ જરીફે ટ્વીટ કર્યું છે કે રાષ્ટ્રપતિ એર્દોગનને નહિ ખબર કે જે તેમણે બાકુમાં ખોટી રીતે વાંચ્યું છે તેનો અર્થ ઈરાનની માતૃભાષામાં તેના વિસ્તારોને જબરદસ્તી અલગ કરવાનો થાય છે. ઈરાનની સરકારી ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ જે કવિતા વાંચવામાં આવી છે તે સમગ્ર તુર્કીમાં અલગાવવાદના પ્રતીકો માંથી એક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular