કોરોના વિશ્વમાં 2.89 કરોડ કેસ : ઈરાન કોરોના વેક્સિનનું હ્યુમન ટ્રાયલ શરૂ કરશે, બ્રિટનમાં 80 લાખથી વધુ લોકો માટે પ્રતિબંધો આકરા.

0
0

કોરોનાવાયરસના લીધે વિશ્વમાં અત્યાર સુધી 2 કરોડ 89 લાખ 38 હજાર 95 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. 9 લાખ 24 હજાર 558 લોકોના મોત થયા છે. રાહતની વાત એ છે કે 2 કરોડ 8 લાખ 5 હજાર 760 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. આંકડા www.worldometers.info/coronavirus/ અનુસાર છે.

ઈરાન કોરોના વેક્સિનની હ્યુમન ટ્રાયલ શરૂ કરશે. દેશમાં પ્રાણીઓ પર વેક્સિનની ટ્રાયલ પહેલા જ પૂર્ણ કરી દેવાઇ છે. ઈરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સના ડીલ જલીલ કૂપાયેજાદેહે તેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું- અમને આશા છે કે હ્યુમન ટ્રાયલના સારા પરિણામ સામે આવશે.

બ્રિટન સરકારે વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને અમુક વિસ્તારોમાં પ્રતિબંધો લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. લગભઘ 80 લાખ લોકોને તેનું પાલન કરવું પડશે. સરકારે માન્યું છે કે અત્યારે કોરોના અંગે બહુ ખરાબ સમય છે તેથી નિયમોનું કડકાઇથી પાલન કરાવવામા આવશે. દેશમાં અત્યાર સુધી 3 લાખ 67 હજાર 592 કેસ સામે આવી ચૂક્યા છે અને 41 હજાર 712 મોત થયા છે.

આ 10 દેશમાં સંક્રમણ સૌથી વધુ

દેશ સંક્રમિત મોત સ્વસ્થ થયા
અમેરિકા 66,76,601 1,98,128 39,50,354
ભારત 47,51,788 78,614 36,99,306
બ્રાઝીલ 43,15,858 1,31,274 35,53,421
રશિયા 10,57,362 18,484 8,73,535
પેરૂ 7,22,832 30,593 5,59,321
કોલંબિયા 7,08,964 22,734 5,92,820
મેક્સિકો 6,63,973 70,604 4,67,525
દ.આફ્રિકા 6,48,214 15,427 5,76,423
સ્પેન 5,76,697 29,747 પ્રાપ્ત નથી
આર્જેન્ટિના 5,46,481 11,263 4,09,771

 

ઇરાક- ફુટબોલર નદીમ શાકરનું મૃત્યુ

ઇરાકમાં 1970 અને 1980ના દાયકામાં સૌથી પ્રસિદ્ધ ફુટબોલ સ્ટારમાંથી એક નદીમ શાકરનું કોરોનાના લીધે મૃત્યુ થયું હતું. 63 વર્ષીય શાકર ઇરાકની ફુટબોલ ટીમમાં બહુ સારા ડિફેન્ડર રહ્યા હતા. તેઓ ઇરાકની નેશનલ ટીમના કોચ પણ રહ્યા હતા. શુક્રવારે ઇરબિલ શહેરની એક લોકલ હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના નિધન પર રાષ્ટ્રપતિ બરહમ સાલિહે પણ દુખ વ્યક્ત કર્યું છે. ઇરાકમાં અત્યાર સુધી કોરોનાના 2 લાખ 86 હજાર 778 કેસ સામે આવી ચૂક્યા છે અને 7941 લોકોના મોત થયા છે.

બ્રાઝીલ: 24 કલાકમાં 814ના મોત

બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં 814 દર્દીઓના મોત થયા છે. આ દરમિયાન 33 હજાર 523 નવા કેસ નોંધાયા હતા. અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 43 લાખ 15 હજાર 687 થઇ ગઇ છે. અત્યાર સુધી 1 લાખ 31 હજાર 210 લોકોના મોત થયા છે.

ફ્રાન્સ- એક દિવસમાં 10 હજારથી વધુ કેસ

ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 10561 નવા કેસ નોંધાયા હતા અને 17 લોકોના મોત થયા હતા. અહીં અત્યાર સુધી 3 લાખ 73 હજાર 911 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે અને 30 હજાર 910 લોકોના મોત થયા છે. ફ્રાન્સમાં જુલાઇ બાદ સંક્રમણ ઝડપથી વધ્યું છે. વડાપ્રધાન જીન કાસ્ટેક્સે કહ્યું- હજુ વાયરસ ઘણા મહિનાઓ સુધી રહેશે અને આપણે તેની સાથે જ જીવવું પડશે. કાસ્ટેક્સ સંક્રમિત વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા બાદ એક અઠવાડિયા સુધી સેલ્ફ ક્વેોરેન્ટીન રહ્યા હતા. હવે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here