પોરબંદરમાં 500 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં પકડાયેલા ઇરાનના કેદીનું રાજકોટ જેલમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ મોત

0
0

રાજકોટ. પોરબંદરમાં 500 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં પકડાયેલા ઇરાનના દોસ મહમદ રહિશ (ઉં.વ.58)ને રાજકોટ સેન્ટ્રલ જેલમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ મોત નીપજ્યું હતું. આથી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના વી.બી. બોરીસાગરે મૃતદેહ અંગે કાગળો કર્યા હતા અને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અહીં પહેલા મૃતદેહનો કોરોના રિપોર્ટ કરવામાં આવશે અને બાદમાં પીએમ કરવામાં આવશે.

પોરબંદરથી રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરાયા હતા

28 ફેબ્રુઆરી 2019ના રોજ પોરબંદરના મધદરિયેથી ગુજરાત એટીએસ દ્વારા 9 ઇરાની શખ્સોને 500 કરોડના ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. બાદમાં પોરબંદર જેલમાંથી રાજકોટ જેલમાં આરોપીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પરંતુ આજે દોસ મહમદ રહિશનું મોત નીપજતા સાથી ઇરાની કેદીઓમાં પણ શોકનું મોજુ પ્રસરી ગયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here