Tuesday, September 28, 2021
HomeIRDAIએ વીમા કંપનીઓને કહ્યું : કોવિડ -19 કેશલેસ ક્લેમ પર 60 મિનિટમાં...
Array

IRDAIએ વીમા કંપનીઓને કહ્યું : કોવિડ -19 કેશલેસ ક્લેમ પર 60 મિનિટમાં નિર્ણય લેવો

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે IRDAIએ કેશલેશ ટ્રીટમેન્ટને લઈને મોટો નિર્ણય લીધો છે. IRDAIએ વીમા કંપનીઓને કહ્યું છે કે, કોવિડ-19 કેશલેસ ટ્રીટમેન્ટ ક્લેમ પર ફાઈનલ બિલ બન્યા બાદ 60 મિનિટની અંદર નિર્ણય લેવામાં આવે. તેનાથી દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં વિલંબ નહીં થાય અને હોસ્પિટલમાં બેડની રાહ જોઈ રહેલા બીજા દર્દીઓ માટે જલ્દીથી બેડ ઉપલબ્ધ થઈ શકશે.

પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે પૂરી કરવામાં આવે

IRDAIએ તમામ જનરલ અને હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓને કહ્યું છે કે, તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ અને બિલ આપ્યા બાદ કંપની 60 મિનિટની અંદર ક્લેમને મંજૂર કરવા અથવા નામંજૂર વિશેની જાણકારી નેટવર્ક હોસ્પિટલને આપે. ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરીના જણાવ્યા પ્રમાણે, ક્લેમને મંજૂર અથવા નામંજૂર કરવાની પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે જેથી દર્દીઓને બેડ માટે રાહ ન જોવી પડે. IRDAIએ દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ વીમા કંપનીઓને આ નિર્દેશ આપ્યો છે. ​​​​​​​

દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું હતું?

દિલ્હી હાઈકોર્ટે 28 એપ્રિલે કહ્યું હતું કે, ઈન્શ્યોરન્સ કંપનીઓ કોરોના દર્દીઓને હોસ્પિટલ ખર્ચના બિલ માટે ક્લેમ મંજૂર કરવામાં 6-7 કલાકનો સમય લઈ શકશે નહીં. તેનાથી દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં વિલંબ થાય છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, ઈન્શ્યોરન્સ કંપનીઓ 30થી 60 મિનિટની અંદર ક્લેમ પર લેવામાં આવેલા નિર્ણયની જાણકારી આપે. જસ્ટિસ પ્રતિભા સિંહે કહ્યું હતું કે, જો કોઈ સંજોગોમાં ઈન્શ્યોરન્સ કંપની અથવા થર્ડ પાર્ટી ક્લેમ પ્રોસેસમાં 6-7 કલાકનો સમય લે છે તો તેના પર અવમાનના અંતર્ગત કાર્યવાહી થશે. હાઈકોર્ટે IRDAIને તેના પર નિર્દેશ જારી કરવા માટે કહ્યું હતું. ​​​​​​​

TPAએ પણ ટાઈમલાઈનનું ધ્યાન રાખવું

IRDAIની તરફથી જારી સર્ક્યુલરમાં સલાહ આપવામાં આવી છે કે, ઈન્શ્યોરન્સ કંપનીઓ ટાઈમલાઈનનું ખાસ પાલન કરે. કંપનીઓ ક્લેમની પ્રોસેસ ઝડપી કરવી જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે નિર્ણય લેવો જોઈએ. જેથી દર્દીઓને ડિસ્ચાર્જ થવામાં કોઈ સમસ્યા ન થાય. IRDAIએ વીમા કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ પોતાના સંબંધિત થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર (TPA)ને પણ ટાઈમલાઈનનું વિશેષ ધ્યાન રાખવાનું કહે.

અત્યાર સુધીનો નિયમ શું છે?

IRDAIએ કેશલેસ ટ્રીટમેન્ટને લઈને ગત વર્ષે એક સર્ક્યુલર જાહેર કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ઈન્શ્યોરન્સ કંપનીઓને કેશલેસ ટ્રીટમેન્ટમાં ક્લેમની મંજૂરીની જાણકારી 2 કલાકની અંદર હોસ્પિટલને આપવી પડશે. IRDAIએ કહ્યું હતું કે, હોસ્પિટલ પાસેથી રસીદ મળ્યાના 2 કલાકની અંદર વીમા કંપનીઓએ નિર્ણયની જાણકારી નેટવર્ક હોસ્પિટલોને આપવી પડશે.

નાણામંત્રીએ પણ પ્રાધાન્ય આપવાનું કહ્યું છે

કોવિડ-19ના ઈન્શ્યોરન્સ ક્લેમને લઈને નાણા મંત્રાલય પણ સક્રિય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ મહિને પણ IRDAIને કહ્યું હતું કે, જે કંપનીઓ કેશલેસ સારવારની સુવિધા ન આપે, તેમના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. ત્યારબાદ IRDAIએ તમામ વીમા કંપનીઓને કહ્યું હતું કે, તેઓ કોરોનાનાં દર્દીઓને કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવે.

9 લાખથી વધુ ક્લેમની પતાવટ થઈ છે

ગત વર્ષે માર્ચમાં કોવિડને વ્યાપક સ્વાસ્થ્ય વીમામાં સામલે કરવામાં આવ્યો. કેશલેસ સારવારની સુવિધા નેટવર્ક હોસ્પિટલોની સાથે અસ્થાયી હોસ્પિટલોમાં પણ ઉપલબ્ધ છે. નાણા મંત્રાલયના આંકડા પ્રમાણે, ઈન્શ્યોરન્સ કંપનીઓની તરફથી અત્યાર સુધી 8,642 કરોડ રૂપિયાના કોવિડ સંબંધિત 9 લાખથી વધારે ક્લેમની પતાવટ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments