વડોદરા : ગોધરાકાંડ નો ઇરફાન પાડો ચોરી કરતાં ઝડપાયો

0
0

જુલાઇમાં વડોદરા રેલવે સ્ટેશન પર જયપુર-બાંદ્રા એક્સપ્રેસમાં મહિલાનું પર્સ ખેંચી ફરાર થયેલા ગોધરાકાંડના આરોપી ઈરફાન પાડાનો રેલવે પોલીસે ઝાલોદ જેલમાંથી કબજો મેળવ્યો હતો. રાજસ્થાનની આજરાબાનુ કાસમભાટી છીપા ગત જુલાઈની 25 તારીખે જયપુર-બાંદ્રા ટ્રેનમાં મુંબઈ જતી હતી ત્યારે રાત્રે 12 વાગ્યે વડોદરાથી સ્ટેશન પર 3 શખ્સોએ ચાલુ ટ્રેનમાં વિન્ડોમાં હાથ નાખી તેમનું પર્સ આંચકી લીધું હતું.

આ બાબતે અજરાબાનુએ વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અશફાક ઉર્ફે ચરખો અને ઇશાક ઉર્ફે બદામને ઝડપી લીધા હતા. બંનેની પૂછપરછમાં તેમની સાથે ગોધરાકાંડનો આરોપી ઈરફાન પાડો ઉર્ફે સિરાજ હોવાનું જણાવ્યું હતું. જોકે ત્યારબાદ ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાજપના કાર્યકરની હત્યામાં પોલીસે ઈરફાનની ધરપકડ કરી તેને જેલમાં મોકલ્યો હતો.

રેલવેમાં પર્સની ચોરીના ગુનામાં ઈરફાન પાડાનું નામ ખૂલતાં વડોદરા રેલવે પોલીસે ગૃહ વિભાગની મંજૂરી મેળવી તેનો ઝાલોદથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો. તેને કોર્ટમાં રજૂ કરી ફરીથી જેલમાં મોકલી દીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here