વિરાટ તોડશે સચિનનો રેકોર્ડ? : ઇરફાન પઠાણે કહ્યું, કોહલી તોડી શકે છે સચિનની 100 સદીનો રેકોર્ડ, તેનામાં આ કરવાની ક્ષમતા અને ફિટનેસ બંને છે

0
7

ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ કહે છે કે, “હાલના સમયમાં માત્ર ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી જ સચિન તેંડુલકરની 100 ઇન્ટરનેશનલ સદીના રેકોર્ડને તોડી શકે છે. કોહલીમાં આ રેકોર્ડ તોડવાની ક્ષમતા અને તે સાથે જરૂરી ફિટનેસ પણ છે.” પઠાણે સ્ટાર સ્પોર્ટ્સ શો ક્રિકેટ કનેક્ટેડમાં આ વાત કહી હતી.

તેંડુલકરે માર્ચ 2012માં એશિયા કપ મેચમાં બાંગ્લાદેશ સામે 100મી ઇન્ટરનેશનલ સદી મારી હતી. આ તેના વનડે કરિયરની 49મી સદી હતી.

નિવૃત્તિ પહેલાં વિરાટ સચિનનો રેકોર્ડ તોડી શકે છે

  • પઠાણે કહ્યું કે, હું હંમેશાં ઈચ્છું છું કે સચિનનો આ રેકોર્ડ કોઈ ભારતીય જ તોડે અને વિરાટ તે કરી શકે એમ છે કારણ કે તેણે અત્યાર સુધીમાં 70 ઇન્ટરનેશનલ સદી (43 વનડે, 27 ટેસ્ટ) મારી છે.
  • મને લાગે છે કે નિવૃત્તિ પહેલાં વિરાટ આ સિદ્ધિ પોતાના નામે કરશે.

વિરાટ વધુ 7-8 વર્ષ ક્રિકેટ રમી શકે છે

  • ઓલરાઉન્ડરે વધુમાં કહ્યું કે, કોહલીએ તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 12 વર્ષ પૂરા કર્યા છે. તે 31 વર્ષનો છે અને તેના વર્તમાન ફોર્મ અને ફિટનેસને જોતા તેની પાસે હજી 7-8 વર્ષનું ક્રિકેટ બાકી છે.
  • મને ખાતરી છે કે વિરાટના મનમાં 100 સદી નહીં હોય, પરંતુ તમે જાણો છો કે તેંડુલકર પછી કોઈ પણ બેટ્સમેન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તે કરી શકે છે, તો તે વિરાટ છે.

વિરાટે 334 મેચમાં 70 સદી ફટકારી છે

  • તેંડુલકરે 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારવા માટે કુલ 663 મેચ (463 વનડે, 200 ટેસ્ટ) રમી છે, જ્યારે વિરાટે 334 મેચમાં (248 વનડે, 86 ટેસ્ટ) 70 સદી ફટકારી છે.
  • ભારતીય કેપ્ટન ટેસ્ટમાં 27 સદી અને વનડેમાં 43 સદી ફટકારી છે. તે જ સમયે, તેંડુલકરે ટેસ્ટમાં 51 સદી અને વનડેમાં 49 સદી ફટકારી છે.
  • રનની વાત કરીએ તો સચિને ટેસ્ટમાં 15921 અને વનડેમાં 18426 રન બનાવ્યા છે. જ્યારે કોહલીએ ટેસ્ટમાં 7240 અને વનડેમાં 11867 રન બનાવ્યા છે.
  • કોહલી હાલમાં IPL રમવા UAEમાં છે. તે આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ પ્રથમ સ્પર્ધાત્મક ક્રિકેટ ટૂર્નામેન્ટ રમશે.
  • IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી ચાલશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here