બીમાર : ઈરફાન ખાન મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ

0
36

મુંબઈ. ઈન્ડિયા ટૂડે ગ્રૂપમાં પ્રકાશિત થયેલા આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે બોલિવૂડ સ્ટાર ઈરફાન ખાનને હાલમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજી સુધી એક્ટર તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

હાલમાં જ માતાનું નિધન થયું

ઈરફાન ખાનની માતા સઈદા બેગમનું શનિવારે (25 એપ્રિલ) સવારે નિધન થયું હતું. તેઓ 95 વર્ષના હતાં અને લાંબા સમયથી બીમાર હતાં. તેઓ ઈરફાનના ભાઈ સલમાન તથા અન્ય પરિવારના સભ્યો સાથે રહેતા હતાં. સઈદા બેગમને સાંજે જ સુપુર્દે ખાક કરવામાં આવ્યા હતાં. લૉકડાઉનને કારણે ઈરફાન ખાન મુંબઈમાં હતાં અને તેઓ જયપુર જઈ શકે તેમ નહોતાં. વીડિયો કોલિંગ પર ઈરફાને માતાને અંતિમ વિદાય આપી હતી.

2018માં બીમારીને લઈ વાત કરી હતી

54 વર્ષીય ઈરફાન ખાને માર્ચ, 2018માં ખુલાસો કર્યો હતો કે તેમને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર છે, જેની સારવાર લંડનમાં ચાલે છે. ઈરફાન ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે. હાલમાં જ ઈરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સિંગલ ફાધરના સ્ટ્રગલની વાત કરવામાં આવી હતી. આ ફિલ્મનું ઈરફાન ખાને પ્રમોશન કર્યું નહોતું. તેણે કરે છે. તે પોતાની દીકરીની દરેક ઈચ્છાઓ પૂરી કરવા ઈચ્છા છે. દીકરીનું સપનું લંડનમાં જઈને અભ્યાસ કરવાનું છે. આ ફિલ્મ 2017માં આવેલી ‘હિંદી મીડિયમ’ની સીક્વલ છે. આ ફિલ્મને સાકેત ચૌધરીએ ડિરેક્ટ કરી હતી. ‘અંગ્રેજી મીડિયમ’માં ઈરફાન ઉપરાંત કરીના કપૂર, રાધિકા મદન, દીપક ડોબરિયાલ કિકુ શારદા, ડિમ્પલ કાપડિયા તથા રણવીર શૌરી છે.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે ઈમોશનલ વાત કરી હતી

ઈરફાને એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું, ‘હેલ્લો ભાઈઓ, બહેનો, નમસ્કાર. હું ઈરફાન ખાન, આજે તમારી સાથે છું પણ, અને નથી પણ. મારા માટે આ ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ ઘણી જ ખાસ છે. વિશ્વાસ કરો કે મારી દિલની ઈચ્છા હતી કે આ ફિલ્મને પણ એટલા જ પ્રેમથી પ્રમોટ કરું, જેટલા પ્રેમથી અમે આ ફિલ્મ બનાવી છે. જોકે, મારા શરીરમાં કેટલાંક વણજોઈતા મહેમાનો બેઠાં છે. તેમની સાથે વાર્તાલાપ ચાલી રહ્યો છે. જોઈએ હવે શું થાય છે. જે પણ થશે, તમને જાણ કરી દેવામાં આવશે. કહેવત છે કે ‘જ્યારે જીવનમાં મુશ્કેલી આવે તો તેને અનુકૂળ તકમાં ફેરવવી જોઈએ.’ આ વાત બોલવામાં સારી લાગે છે પરંતુ જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે છે, ત્યારે તેને અનુકૂળ તકમાં ફેરવવી ઘણી જ અઘરી હોય છે. તમારી પાસે ચોઈસ પણ શું હોય છે? હકારાત્મક રહેવા સિવાય? આ પરિસ્થિતિને તમે અનુકૂળ તકમાં ફેરવી શકો છો કે નહીં તે તો તમારી પર છે. અમે બધાએ આ ફિલ્મને તે જ હાકરાત્મકતા સાથે બનાવી છે. આશા છે કે આ ફિલ્મ તમને હસાવશે, રડાવશે અને પાછી હસાવશે. ટ્રેલરને એન્જોય કરો. એકબીજા પ્રત્યે દયાળુ રહો અને ફિલ્મ જોઈને આવો. અને હા.. મારી રાહ જોજો’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here