ઈમોશનલ ન્યૂ યર મેસેજ : ઈરફાનખાનની પત્ની સુતપા સિકદરે તેના ન જોયેલા ફોટોઝ અને વીડિયો શેર કર્યા : પોસ્ટમાં લખ્યું………

0
0

ઈરફાન, હવે નથી રહ્યા. ગયા વર્ષે 28 એપ્રિલે તે દુનિયાને છોડીને ગયા પણ તેનો પરિવાર હજુ તેમને ભૂલી નથી શક્યો. વીતેલા વર્ષના છેલ્લા દિવસે ઈરફાનની પત્નીએ તેના ન જોયેલા ફોટોઝ અને વીડિયો શેર કર્યા છે. જેની સાથે એક ઈમોશનલ મેસેજ પણ લખ્યો છે. સુતપાએ પતિ ઈરફાનને યાદ કરી ને લખ્યું, મને નથી ખબર નવા વર્ષનું સ્વાગત કઈ રીતે કરું.

સુતપાએ લખ્યું, તમે ગયા વર્ષે હતા

સુતપાએ આ મેસેજમાં લખ્યું- આ ઘણું મુશ્કેલ છે કે વર્ષ 2020ને ખરાબ કહેવામાં આવે, કારણકે તેમાં તમે હતા. ગયા વર્ષે, આ જ દિવસે મારી સાથે ગાર્ડનિંગ કરી રહ્યા હતા. ચકલીઓ માટે ઘર બનાવી રહ્યા હતા. તો હું કઈ રીતે 2020ને ગુડબાય કહી શકું છું. ઈરફાન મને કઈ સમજણ નથી પડી રહી કે નવા વર્ષ 2021નું સ્વાગત કઈ રીતે કરું.

રિલીઝ થશે ઈરફાનની છેલ્લી ફિલ્મ

એક્ટર ઈરફાનની છેલ્લી ફિલ્મ ‘ધ સોન્ગ ઓફ સ્કોર્પિયન્સ’ રિલીઝ થવાની છે. જોકે ‘ધ સોન્ગ ઓફ સ્કોર્પિયન્સ’ ઈરફાન માટે લાસ્ટ પ્રોજેક્ટ ન હતો, પણ હકીકતમાં આ તેમના કરિયરની છેલ્લી ફિલ્મ હશે. ઓગસ્ટ 2017માં સ્વિત્ઝર્લેન્ડના 70મા લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું પ્રીમિયર થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here