શું ચિકનગુનિયા એક વાયરલ બીમારી છે? શું છે તેનાથી બચવાના ઉપાય

0
11

ચિકનગુનિયાની બીમારી એક વાયરસથી ફેલાય છે જે મચ્છર કરડવાથી થાય છે. આ બીમારીનો સૌથી પ્રથમ કેસ વર્ષ 1952માં આમે આવ્યો હતો. તે સમયે શોધ મારફતે જાણવા મળ્યું હતું કે ચિકનગુનિયા મચ્છરના કરડવાથી થાય છે. એડીઝ ઇજિપ્તિ અને એડિસ એલ્બોપિક્ટ્સ નામના મચ્છર આ વાયરસ ફેલાવે છે. આ બીમારી કેટલાય દેશમાં જોવા મળી છે. એશિયા ઉપરાંત અમેરિકા, આફ્રીકા, યૂરોપ અને કેટલાય દેશોમાં આ બીમારી ઝડપથી વધી રહી છે.

ચિકનગુનિયાનાં લક્ષણ

ચિકનગુનિયાના પ્રમુખ લક્ષણ છે ખૂબ જ તાવ આવવો, શરીરમાં દુખાવો થવો, હાડકાંમાં દુખાવો, માંસપેશિઓમાં દુખાવો થવો, શરીરમાં રેશેઝ થવા, નબળાઇ આવવી અને થાકનો અનુભવ થવો.

ચિકનગુનિયાના આ લક્ષણ ખૂબ જ સામાન્ય હોય છે અને આ લક્ષણ મચ્છર કરડ્યાંના 5 થી 7 દિવસ પછી જોવા મળે છે. શક્ય છે કે આ લક્ષણ કોઇ બીજા કારણથી હોય એટલા માટે તેની તપાસ કરાવી લેવી જોઇએ.

કેવી રીતે આ બીમારીથી બચી શકાય છે?

એમ્સના પ્રોફેસરનું કહેવું છે કે ચિકનગુનિયા મચ્છરોથી ફેલાય છે તો જો આપણે મચ્છરોથી પોતાનું રક્ષણ કરી લઇએ તો આપણે જાતે જ ચિકનગુનિયાથી બચવામાં સફળ થઇ શકીએ છીએ. મચ્છરોથી બચવા માટેના કેટલાક ઉપાય:

ચિકનગુનિયાના મોટાભાગના મચ્છર દિવસમાં કરડે છે એટલા માટે મચ્છરોથી બચાવતી ક્રીમ દિવસમાં લગાવવી જોઇએ. આ સાથે જ દિવસમાં પણ પોતાના શરીરને સંપૂર્ણ રીતે ઢાંકતા કપડાં પહેરવા જોઇએ. આપણી આસપાસ સાફ-સફાઇનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઇએ, જેનાથી કોઇ પણ જગ્યાએ એકઠું થયેલું પાણી કેટલાય દિવસ સુધી એક જગ્યા પર ન રહી શકે, કારણ કે અહીં મચ્છરોના પેદા થવાની શક્યતાઓ વધારે હોય છે. રાત્રે મચ્છરદાની અને અગરબત્તીનો ઉપયોગ કરો. ઘર અને આસપાસ ડીડીટીનો સમય-સમય પર છંટકાવ કરો.

ચિકનગુનિયાની ઓળખ કરવા માટે બ્લડ ટેસ્ટ કરાવો પડે છે, કારણ કે તેના લક્ષણ ઘણા સામાન્ય છે. ચિકનગુનિયા માટે અત્યાર સુધી કોઇ પણ વેક્સીન અથવા દવા બની નથી, પરંતુ આ બીમારી જીવલેણ પણ નથી, એટલા માટે તેનાથી ગભરાવાની પણ કોઇ જરૂર નથી.

ચિકનગુનિયાનો ઉપચાર

એમ્સના પ્રોફેસરનું કહેવું છે કે ચિકનગુનિયાની દવા હજુ સુધી બની શકી નથી, પરંતુ પ્રારંભિક ઉપચાર કરીને ચિકનગુનિયાથી આવતા તાવમાંથી છૂટકારો મેળવી શકાય છે. તાવની દવા અને એન્ટિબાયોટિક દવાઓ તેમાં અસરકારક સાબિત થાય છે. સાંધામાં દુખાવાની ફરિયાદ માટે પેઇન કિલર આપવામાં આવે છે, પરંતુ જો દર્દીને વધારે પરેશાની થઇ રહી છે તો ડોક્ટર પાસે જવાની સલાહ આપવામાં આવે છે.

લોકોના મનમાં ચિકનગુનિયાને લઇને ઘણો ડર બેસી ગયો છે, પરંતુ જો લોકોમાં યોગ્ય રીતે ચિકનગુનિયાને લઇને જાગરૂકતા ફેલાવવામાં આવે અને તેમને આ બીમારીના લક્ષણ અને અટકાવવાના ઉપાયો વિશે યોગ્ય રીતે જણાવવામાં આવે તો આ બીમારીને આગળ વધતી અટકાવી શકાય છે. આપણે ચિકનગુનિયાથી ડરવાનું નથી પરંતુ જાગરૂત બનીને તેનો સામનો કરવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here