શું ‘કસૌટી જિંદગી કે’ માં નવી પ્રેરણા છે દિવ્યાંકા? અટકળો ઉપર આવ્યું આ રિએક્શન

0
0

લોકપ્રિય ટીવી સિરિયલ કસૌટી જિંદગી કે માં દર્શકો પ્રેરણા અને અનુરાગની જોડીને ખૂબ પસંદ કરે છે. તાજેતરમાં જ જ્યારે સમાચાર આવ્યા કે શોમાં અનુરાગની ભૂમિકા ભજવનારા અભિનેતા પાર્થ સમથાને તેની તબિયતને ધ્યાનમાં રાખીને શો છોડી દેવાનો નિર્ણય કર્યો છે, ત્યારથી ફેન્સ ખૂબ નિરાશ છે.

જોકે, હજી સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી ત્યાં બીજા સમાચાર બહાર આવ્યા છે કે પાર્થની સાથે તેની સહ-અભિનેત્રી એરિકા ફર્નાન્ડિઝ પણ શો છોડી રહી છે અને તેની જગ્યાએ દિવ્યાંકા ત્રિપાઠી, પ્રેરણાના સ્થાને શોમાં જોવા મળશે. પરંતુ દિવ્યાંકાએ આ અહેવાલોને અફવા ગણાવ્યા છે અને ફરી એક વાર કસૌટી જિંદગી કે ના ફેન્સને ખુશ થવાનું કારણ આપ્યું છે.

જ્યારે આ સમાચાર ફેલાવા માંડ્યા કે કસોટી જિંદગી કે માં પ્રેરણાની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી એરિકા ફર્નાન્ડિઝ પણ પાર્થ સાથે શો છોડી રહી છે અને તેની જગ્યાએ યે હૈ મોહબ્બતે ફેમ દિવ્યાંકા ત્રિપાઠી પ્રેરણાની ભૂમિકામાં જોવા મળશે ત્યારથી શોના ફેન્સ જાતભાતની વાતો કરતા હતા.

અફવાને વધતી જોઈને દિવ્યાંકા ત્રિપાઠીએ ખુદ આ સમાચારોનો ખોટા ગણવ્યા અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું કે તે કસૌટી જિંદગી કે નો ભાગ બનવાની નથી. ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર તેણે લખ્યું હતું કે કસોટી જિંદગી કે માં પ્રેરણાની ભૂમિકામાં દિવ્યાંકા ત્રિપાઠી દહિયા. આ એક અફવા છે. હું તેમના માટે સ્પષ્ટ કરું છું કે જે લોકો આ સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત થયા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here