WHO : શું કોરોનાથી પીડિત ગર્ભવતી મહિલાએ સ્તનપાન કરાવવું યોગ્ય છે, જાણો WHO દ્વારા અનેક સવાલના જવાબ

0
27

હેલ્થ ડેસ્ક. સમગ્ર વિશ્વમાં કોરોનાવાઈર ઝડપથી ફેલાઈ રહ્યો છે તેના કારણે ગર્ભવતી મહિલાઓના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું કોરોના સંક્રમિત મહિલા બાળકને સ્તનપાન કરાવી શકે છે, શું સંક્રમિત મહિલાને  સિઝેરિયન ડિલિવરીની જરૂર હોય છે… વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ પ્રેગ્નન્સી અને કોરોનાવાઈરસ સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા છે.

શું ગર્ભવતી મહિલાઓને કોરોનાવાઈરસનું જોખમ વધારે છે?

WHOના જણાવ્યા પ્રમાણે, વિશ્વભરમાં તેના પર રિસર્ચ ચાલી રહ્યું છે પરંતુ પ્રેગ્નન્સી મહિલાઓને સામાન્ય લોકો કરતા કોરોનાવાઈરસ સંક્રમણનું જોખમ વધારે છે તેવું સાબિત કરવા માટે હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી. જો કે, ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલાઓના શરીરમાં ઘણા ફેરફાર થાય છે જેનાથી તેમને શ્વાસ સાથે સંકળાયેલ સંક્રમણ થવાનું જોખમ રહે છે. એટલા માટે જરૂરી સાવધાની રાખવી. જો તમને તાવ, ઉધરસ, અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ડોક્ટરની સલાહ લો.

શું કોરોનાથી પીડિત મહિલાને સીઝરિયન ડિલિવરીની જરૂર છે?

WHOના અનુસાર,ના,  ડોક્ટરને જો યોગ્ય લાગે તો જ સિઝેરિયન ડિલિવરીની સલાહ આપવામાં આવે છે. દરેક મહિલાની ડિલિવરીના પ્રકાર તેની પરિસ્થિતિઓ પર આધારીત છે.

શું કોરોના સંક્રમિત મહિલા બાળકને સ્તનપાન કરાવી શકે છે?

WHOના જણાવ્યા પ્રમાણે, હા તે કરાવી શકે છે પરંતુ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે, જેમ કે, બ્રેસ્ટફીડ કરાવતા સમયે માસ્ક પહેરવું, બાળકોને સ્પર્શ કરતા પહેલા અને બાદમાં હાથ જરૂરથી ધોવા. જો કોરોનાથી સંક્રમિત છે અને બાળકને બ્રેસ્ટફીડ કરાવવાની સ્થિતિમાં ન હોય તો એક્સપ્રેસિંગ મિલ્ક અથવા ડોનર હ્યુમન મિલ્કનો ઉપયોગ કરી શકાય છે.

WHO : સગર્ભા સ્ત્રીઓએ પણ તે જ સાવચેતી રાખવી જરૂરી છે કે જે સામાન્ય લોકોને સલાહ આપવામાં આવે છે. 
આલ્કોહોલ આધારિત સેનિટાઈઝર અથવા સાબુથી વારંવાર હાથ ધોવા.
ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું.
આંખ, નાક અને મોંને વારંવાર સ્પર્શ ન કરવો.
જ્યારે ખાંસી અથવા છીંક આવે ત્યારે મોઢુ જમણી કોણી પર રાખો અથવા ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરો. ટિશ્યૂ પેપર એક વખત ઉપયોગ થવા પર તેને ડિસ્પોઝ કરો.

ઉધરસ, તાવ આવતો હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લો.

શું ગર્ભવતી મહિલાઓને કોરોનાની તપાસની જરૂર છે?

WHOના અનુસાર, કેટલી તપાસની જરૂર છે,તે તમે ક્યાં રહો છો તેના પર નિર્ભર છે. જો સંક્રમણ સાથે જોડાયેલ કોઈ પણ લક્ષણ મહેસૂસ થાય છે તો તરત તપાસ કરાવવી કેમ કે, આવી સ્થિતિમાં સાવચેતી રાખવી જરૂરી છે.

શું કોરોનાવાઈરસ ગર્ભવતી મહિલાથી જન્મ આપનાર બાળકમાં પહોંચી શકે છે?

WHOના જણાવ્યા પ્રમાણે, ગર્ભવતી મહિલાથી તેના બાળકમાં વાઈરસ પહોંચવાની હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી. અત્યાર સુધી ગર્ભવતી મહિલાના એમ્નિઓટિક ફ્લૂઇડ અને બ્રેસ્ટ મિલ્કમાં કોરોનાવાઈરસ જોવા નથી મળ્યો.

પ્રેગ્નન્સી અને  ડિલિવરી દરમિયાન શું સાવચેતી રાખવી જરૂરી છે?

WHOના જણાવ્યા પ્રમાણે, દરેક ગર્ભવતી મહિલાએ સાવધાની રાખવી જરૂરી છે ભલે તે કોરોનાથી સંક્રમિત હોય કે ન હોય. ડિલિવરી દરમિયાન મહિલાની ઈચ્છા પ્રમાણે, પરિવારનો કોઈ સભ્ય હોવો જરૂરી છે. મેટરનિટી સ્ટાફથી સીધી વાતચીત થઈ જોઈએ. જો સંક્રમણની પુષ્ટિ થાય છે તો હેલ્થ વર્કરને જરૂરી સાવધાની રાખવાની જરૂર છે જેથી બીજી મહિલાઓને સંક્રમણ ન થાય. આવી સ્થિતિમાં મહિલાની પાસે હેન્ડ સેનિટાઇઝર, માસ્ક, ગાઉન અને મેડિકલ માસ્ક હોવો જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here