કોરોના મહામારી પ્રાકૃતિક છે કે તે લેબમાં તૈયાર કરાયેલો વાયરસ?

0
3

કોરોના મહામારી પ્રાકૃતિક છે કે તે લેબમાં તૈયાર કરાયેલો વાયરસ છે તે સવાલ હજુ પણ એક વણ ઉકલ્યો કોયડો જ છે. ત્યારે અમેરિકી એક્સપર્ટ ડૉ. એન્થેની ફાઉચીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. ફાઉચીના કહેવા પ્રમાણે કોરોના એક પ્રાકૃતિક બીમારી છે તે સ્વીકારવું સરળ નથી.

એક ઈન્ટરવ્યુ દરમિયાન એન્થેની ફાઉચીને સવાલ કરવામાં આવ્યો હતો કે શું તમને વિશ્વાસ છે કે કોરોના વાયરસ પ્રાકૃતિક રીતે જ આવ્યો છે? તેના જવાબમાં ફાઉચીએ કહ્યું કે, ‘ના, હું એના પર વિશ્વાસ નહીં કરૂ. મને લાગે છે કે ચીનમાં એવું તે શું બન્યું કે કોરોના વાયરસ આવ્યો તે અંગેની તપાસ થવાની બાકી છે.

ફાઉચીને કહેવા પ્રમાણે અત્યાર સુધી જેટલા પણ લોકોએ તપાસ કરી છે તેમના મતે આ વાયરસ કોઈ જાનવરમાંથી આવ્યો છે અને પછી મનુષ્યમાં ફેલાયો છે. પરંતુ વાત કોઈ બીજી પણ હોઈ શકે. હાલ આ અંગે તપાસની જરૂર છે જેથી વાયરસના ઓરિજિન અંગે જાણી શકાય.

ઉલ્લેખનીય છે કે, ડૉ. ફાઉચી કોરોના સંકટની શરૂઆત થઈ ત્યારથી જ અમેરિકામાં આ વાયરસની વિરૂદ્ધ લડાઈનું નેતૃત્વ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here