કોરોના વર્લ્ડ : બલુચિસ્તાનમાં ISIના અધિકારીનું મોત, સાઉદી અરબમાં આજથી કર્ફ્યુ હટાવાયો

0
5

ન્યૂયોર્ક. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 89.21 લાખ કેસ નોંધાયા છે. જેમાં 4 લાખ 66 હજાર 848 લોકોના મોત થયા છે. 47.43 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. સાઉદી અરબમાં આજથી કર્ફ્યુ હટાવાયો છે. બલુચિસ્તાનમાં પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ગુપ્તચર એજન્સી ISIના બ્રિગેડિયર હસન અફઝલનું કોરોના સંક્રમણથી મોત થયું છે. બલુચિસ્તાનમાં મેડીકલ સુવિધા ઓછી છે. યોગ્ય સારવાર ન મળતા તેનું મોત થયું છે. પાકિસ્તાનમાં 1 લાખ 76 હજાર 617 કેસ નોંધાયા છે અને  3,501 લોકોના મોત થયા છે.

બ્રાઝીલમાં મૃત્યુઆંક 50 હજારને પાર

બ્રાઝીલમાં 24 કલાકમાં એક હજારથી વધારે લોકોના મોત થયા છે અને 34 હજાર 666 નવા કેસ નોંધાયા છે. બ્રાઝીલમાં 10.70 લાખ કેસ નોંધાયા છે અને 50 હજારના મોત થયા છે.

અમેરિકામાં 23 લાખ 30 હજાર 578 કેસ નોંધાયા છે. 1 લાખ 21 હજાર 980 લોકોના મોત થયા છે. 9.73 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

સાઉદી અરબમાં દેશભરમાંથી કર્ફ્યુ હટાવાયો

સાઉદી અરબના ગૃહમંત્રીએ જાહેરાત કરી છે કે રવિવાર સવારથી દેશભરમાંથી કર્ફ્યુ હટાવાશે. સાઉદી પ્રેસ એજન્સીએ કહ્યું હતું કે 21 જૂનથી બધુ સામાન્ય બની જશે. આર્થિક ગતિવિધિઓ શરૂ થઈ જશે. જોકે આંતરરાષ્ટ્રિય ઉડાન ઉપર પ્રતિબંધ ચાલું રહેશે. અહીં અત્યાર સુધીમાં 1.54 લાખ કેસ નોંધાયા છે અને 3941 લોકોના મોત થયા છે.

ચીન: બેઈજિંગમાં 22 નવા કેસ નોંધાયા

બેઈજિંગમાં સંક્રમણના કેસ વધી રહ્યા છે. અહીં શનિવારે 22 નવા કેસ નોંધાયા છે. જેમાં ત્રણ કેસ લક્ષણ વગરના છે. ચીનમાં કુલ 83 હજાર 352 કેસ નોંધાયા છે અને 4634 લોકોના મોત થયા છે.

ફ્રાન્સમાં 1.96 લાખ સંક્રમિત

ફ્રાન્સમાં 24 કલાકમાં 600થી વધારે કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમણનો આંકડો 1.96 લાખને પાર થઈ ગયો છે. અહીં 29 હજાર 633 લોકોના મોત થયા છે.

ચીલીમાં 4295 લોકોના મોત

ચીલીમાં સંક્રમણના કેસ 2 લાખ 36 હજાર 748 નોંધાયા છે. 4295 લોકોના મોત થયા છે. અહીં 24 કલાકમાં 5355 નવા કેસ નોંધાયા છે અને 202 લોકોના મોત થાય છે. દેશમાં 1682 દર્દી વેન્ટિલેટર ઉપર છે. જેમાં 416ની તબીયત નાજૂક છે.