Tuesday, October 26, 2021
HomeISIS મોડ્યૂલઃ વેસ્ટર્ન યુપી અને પંજાબના સાત ઠેકાણે NIAનાં દરોડા
Array

ISIS મોડ્યૂલઃ વેસ્ટર્ન યુપી અને પંજાબના સાત ઠેકાણે NIAનાં દરોડા

મેરઠઃ ISIS મોડ્યુલનાં ઘટસ્ફોટમાં નેશનલ ઈનવેસ્ટિગેશન ટીમ (NIA)એ ફરી એકવખત પંજાબ અને યુપીનાં સાત ઠેકાણે રેડ પાડી છે. NIAની ટીમ યુપીનાં અમરોહા અને હાપુડ સહિત અન્ય જગ્યાએ પહોંચીને દરોડા પાડ્યા હતા. સૂત્રો પ્રમાણે હાપુડથી બે શંકાસ્પદ યુવકોની ધરપકડ કરી પુરપુરછ કરાઈ રહી છે.

યુપી અને નવી દિલ્હી સહિત 16 ઠેકાણે કાર્યવાહી

26 ડિસેમ્બરે NIAએ ISISનાં મોડ્યુલ ‘હરકત ઉલ હર્બ એ ઈસ્લામ’ અંગેનો ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં ઉત્તરપ્રદેશ અને નવી દિલ્હી સહિત 16 ઠેકાણા પર છાપામારી કરાઈ હતી. આ ઉપરાંત 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 5 પશ્વિમી ઉત્તરપ્રદેશનાં અમરોહા જિલ્લાનાં રહેવાસી હતા. આ ઘટસ્ફોટ બાદ  NIAની ટીમ લખનઉ પહોંચી હતી અને એક માતા- પુત્રની પણ ધરપકડ કરી હતી.

એક ગામમાં 26 ડિસેમ્બર પછી 6 વખત દરોડા પાડ્યા

‘હરકત ઉલ ઈસ્લામ’નાં ઘટસ્ફોટ પછી ધરપકડમાં કરાયેલા લોકોએ પુછપરછમાં ઘણાં લોકોનાં નામ બહાર પાડ્યા છે. ત્યારબાદ  NIAની એક પછી એક તાબડતોડ રેડની પ્રક્રિયા ચાલુ કરાઈ હતી. મેરઠનાં એક ગામમાં  NIA અત્યાર સુધી 6 વખત દરોડા પાડી ચુકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments