કાબુલમાં એજ્યુકેશન સેન્ટરની બહારે થયેલા વિસ્ફોટની જવાબદારી ISISએ લીધી, અત્યાર સુધીમાં 30નાં મોત

0
12

અફઘાનિસ્તાનની રાજધાના કાબુલમાં શનિવારે થયેલા આત્મઘાતી હુમલામાં મૃત્યુઆંક વધીને 30 પર પહોંચ્યો છે. જેમાં મોટા ભાગના સ્કૂલના બાળકો જ છે. આ ઘટનામાં 70થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. એક સુરક્ષા અધિકારીએ રવિવારે આ અંગે પુષ્ટિ કરી છે. વિસ્ફોટ પશ્ચિમી કાબુલના એક એજ્યુકેશન સેન્ટરની પાસે સાંજે લગભગ સાડા 4 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) થયો. હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISISએ લીધી છે.

ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારિક આરિયાને જણાવ્યું કે હુમલાખોર એક ખાનગી શિક્ષા કેન્દ્ર કોસર-એ-દાનિશમાં ઘુસવા માગતો હતો, પરંતુ સિક્યોરિટી ગાર્ડે તેને રોક્યો હતો. તેને વિસ્ફોટકથી ભરેલા જેકેટથી પોતાને ઊડાવી દીધો. હુમલા સમયે અનેક બાળકો અભ્યાસ કરી રહ્યાં હતા. વિસ્ફોટના કારણે આજુબાજુના ઘરોમાં પણ નુકસાન થયું છે.

મોટા ભાગના હુમલા પાછળ ISIS

છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ જિલ્લાના અનેક શૈક્ષેણિક અને સાંસ્કૃતિક કેન્દ્રો, મસ્જિદો અને સ્ટેડિયમોમાં હુમલાઓ કરવામાં આવ્યા છે. જેમાંથી મોટા ભાગના હુમલા પાછળ ISISનો હાથ રહ્યો છે. હાઈ કાઉન્સિલ ઓફ નેશનલ રિકોન્સિલેશનના પ્રમુખ અબ્દુલ્લા અબ્દુલ્લાએ કહ્યું કે આ ઘટના અમાનવીય અને ઈસ્લામના સિદ્ધાંત વિરૂદ્ધની છે.

એક પછી એક 2 વિસ્ફોટ, 11નાં મોત

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલાં શનિવારે જ એક રસ્તા પર બોમ્બ વિસ્ફોટ થવાથી પૂર્વ અફઘાનિસ્તાનમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. ગઝની પ્રાંતની પોલીસના પ્રવક્તા અહમદ ખાનના જણાવ્યા મુજબ, જે બાદ ઘટના સ્થળે પોલીસકર્મીઓ પહોંચ્યા હતા. આ દરમિયાન જ બીજો વિસ્ફોટ થયો હતો. જેમાં 2 પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યા હતા. હજુ સુધી કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી. સ્થાનિક પોલીસના પ્રવક્તાનો દાવો છે કે આ વિસ્ફોટ તાલિબાને કર્યો હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here