દિલ્હીમાં ISIS મોડ્યૂલનો ખુલાસો, 3 આતંકવાદીઓની ધરપકડ

0
11

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હી (Delhi)માં ગણતંત્ર દિવસ (Republic Day)ના પ્રસંગે મોટા હુમલાની ફિરાકમાં રહેલા ISISના ત્રણ આતંકવાદીઓની દિલ્હી પોલીસે (Delhi Police) ધરપકડ કરી છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહી પોલીસની સ્પેશ્યલ સેલે (Delhi Police Special Cell)કરી છે. જાણકારી પ્રમાણે એક અથડામણ પછી ત્રણેયને પકડવામાં આવ્યા છે. ત્રણેય ISISના એક ટેરર મોડ્યૂલ સાથે સંબંધ ધરાવે છે.

26 જાન્યુઆરીને લઈને કરી રહ્યા હતા પ્લાનિંગ
કહેવામાં આવી રહ્યું છે કે 26 જાન્યુઆરીને લઈને મોટા હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. આ સંબંધમાં દિલ્હી પોલીસને ગુપ્ત વિભાગથી જાણકારી મળી હતી. આ પછી રાજધાનીમાં સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી હતી. આ પછી બાતમીદારની સૂચના પર સ્પેશ્યલ સેલે કાર્યવાહી કરતા ત્રણેયને ઘેરી લીધા હતા. અથડામણ પછી ધરપકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here