ઈસ્લામાબાદ : FATF પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખે એવી શક્યતા

0
16

પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે. ફાઇનૅશ્યલ એક્શન ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટમાં તેને યથાવત્ રાખવામાં આવે એવી શક્યતા છે. આંતરરાષ્ટ્રીય વૉચડૉગની આગામી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેનું મુખ્ય કારણ પાકિસ્તાને આતંકી સંગઠનોને આર્થિક મદદ મળતી રોકવા માટે કોઈ મજબૂત પગલાં લીધાં ન હોવાનું માનવામાં આવે છે.

આ જાણકારી યુરોપિયન દેશોના રાજદૂતોએ આપી હતી. ફાઇનૅશ્યલ એક્શન ટાસ્ક ફોર્સની આગામી બેઠક પેરિસમાં ૧૬થી ૨૧ ફેબ્રુઆરી દરમ્યાન યોજાશે. તે પાકિસ્તાનના ૨૭ પૉઇન્ટ ધરાવતા એક્શન પ્લાન પર કરવામાં આવેલી કામગીરીનું અવલોકન કરવામાં આવશે. જૂન ૨૦૧૮માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું હતું. લશ્કર એ તોયબા, જૈશ એ મોહમ્મહ, તાલિબાન અને અલ- કાયદા જેવા આતંકી સંગઠનોને ફન્ડ મળતું રોકવામાં નિષ્ફળ રહ્યું હોવાથી તેને આ યાદીમાં મૂકવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ પાકિસ્તાનને જોરદાર આર્થિક ફટકો પડ્યો હતો. પાકિસ્તાનનું અર્થતંત્ર કંગાળ થવાના આરે આવી ગયું છે.
આમ વર્ષ ૨૦૨૦માં પણ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ યથાવત્ રાખવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. યુરોપિયન દેશના એક રાજદૂતે કહ્યું હતું કે જાણવા મળે છે કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય જવાબદારીઓના અનુરૂપ પોતાના આતંકી સંગઠનો અને મનિ લોન્ડરિંગ કાયદાઓ લાવવા તથા કાનૂની માળખું સુધારવા માટે પગલાં લીધાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here