હેલ્થ : વારંવાર શરદી થવાનું કારણ ક્યાંક સાઇનસ તો નથી ને? ચૅક કરી લેજો

0
6

ઠંડીની ‌સિઝનમાં શરદી થવી સામાન્ય બાબત છે, પરંતુ એકાદ-બે અઠવાડિયાં સુધી શરદીમાં સાજા ન થાવ તો તે સાઇનસના સંકેત હોઇ શકે છે. સાઇનસ નાક સાથે જોડાયેલી સમસ્યા છે, જે બેક્ટેરિયા, કોલ્ડ કે એલર્જીના કારણે હોઇ શકે છે. આ સમસ્યા દર આઠમાંથી એક વ્યક્તિમાં જોવા મળે છે. તેનું કારણ પ્રદૂષણ, ધૂળ, માટી અને ધુમાડો છે. ઠંડી ઋતુમાં આ સમસ્યા વધી શકે છે. આ કારણે શરીરમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા આવી શકે છે. આવી સ્થિતિમાં જેમને સાઇનસની સમસ્યા હોય તેમણે ખાસ ધ્યાન રાખવું જોઇએ.

  • શરદી થવાનું કારણ શું છે
  • વારંવાર શરદી થાય તો ડૉક્ટર પાસે જજો
  • બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે થાય છે શરદી

સાઇનસ ઇન્ફેક્શન કેવિટીમાં વાઇરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે થાય છે. આ સમસ્યા ચહેરાના ચાર ભાગ-ગાલ, આંખોની વચ્ચે અને પાછળ તેમજ આઇબ્રોઝની ઉપર હોય છે. તે ઓછામાં ઓછા બે અઠવાડિયાં સુધી રહે છે.

આવી રીતે ઓળખો સાઇનસને

ગાલ અને ઉપરના જડબામાં દુખાવો
આંખોમાં તેજ દર્દ
શરદી સાથે તાવ આવવો
સૂતી વખતે ખાંસી આવવી
ઘણીવાર દાંતમાં ખૂબ દુખાવો થવો
આઇબ્રોઝની ઉપર દુખાવો
શ્વાસ લેવામાં સમસ્યા
મોંમાંથી વાસ આવવી
ચહેરો સૂજી જવો અને કફ નીકળવો

સાઇનસ હોય તો શું ખાવું અને શું ન ખાવું

ડાયટમાં વિટા‌મિન-એ યુક્ત ફૂડ્સ વધુ લો, કેમ કે તેનાથી સાઇનસ ઇન્ફેક્શન ઘટે છે. હળદર, મરી, આદુંવાળી ચા, વેજિટેબલ વધુ લો.

તળેલું, મસાલેદાર, ભાત, આઇસક્રીમ, ઠંડી વસ્તુઓ, દહીં વગેરેથી દૂર રહો. શરીરમાં પાણીની કમીથી આ સમસ્યા વધી શકે છે. તેથી ખુદને હાઇડ્રેટ રાખો. આ માટે આઠ ગ્લાસ પાણી પીઓ, સાથે જ્યૂસ, સૂપનું સેવન કરતાં રહો.

એપલ સાઇડર વિનેગરમાં લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને દિવસમાં ૩-૫ વાર પીવાથી પણ આરામ મળશે. સવારે તુલસી, મરી અને સંચળવાળી ચા બનાવીને પી શકો છો.

ડુંગળી અને લસણને છીણી પાણીમાં નાખી નાસ લો. તેનાથી સાઇનસમાં ઝડપથી આરામ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here