અમદાવાદ સ્ટેશનને શ્રેષ્ઠ પર્યાવરણ માટે ISO સર્ટિફિકેટ મળ્યું

0
0

(અહેવાલ :રવિકુમાર કાયસ્થ)

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ અને ગાંધીધામ સ્ટેશનને શ્રેષ્ઠ પર્યાવરણ વ્યવસ્થા પ્રણાલી માટે આઈએસઓ 14001 : 2015 પ્રમાણપત્ર એનાયત કરાયું છે. સર્ટિફિકેટ ડિવિઝનલ માં પ્રોગ્રેસિવ એસોસિએટ્સ-કોલકાતાની ડાયરેક્ટર અને મુખ્ય ઓપરેશન ઓફિસર મોમિતા મજુમદાર દ્વારા ડીઆરએમ દીપકકુમાર ઝાને અપાયુ હતું.

આ આઈએસઓ પ્રમાણપત્ર અંગે વરિષ્ઠ મંડળ પર્યાવરણ અને ગૃહ વ્યવસ્થા મેનેજર ફેડ્રિક પેરિયતે જણાવ્યું કે, ઉક્ત કંપની દ્વારા અમદાવાદ તથા ગાંધીધામ સ્ટેશન પર જળ સંરક્ષણ, ઊર્જા સંરક્ષણ, સ્ટેશનની સફાઈ વ્યવસ્થા તથા સેનિટેશન વ્યવસ્થાને આંતરાષ્ટ્રીય માર્કોને અનુરૂપ ઓડિટ કરાયુું છે. આ ઓડિટના આધારે બન્ને સ્ટેશનો યોગ્ય જણાતા તેમને આ પ્રમાણ પત્ર પ્રદાન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here