ચંદ્રયાન-2 બાદ બીજા મિશનમાં ISRO, દુશ્મનના હાથની ઘડીયાળમાં પણ રહેશે નજર

0
0

નવી દિલ્હી, તા. 26 ઓગસ્ટ 2019, સોમવાર

ચંદ્રયાન-2ની સફળતા બાદ હવે ISRO એક મોટા મિશનમાં લાગી ગયું છે. ભારત હવે ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં પોતાના અદ્યતન કાટરેગ્રાફી ઉપગ્રહ કાર્ટોસેટ-3નું પ્રક્ષેપણ કરશે.

ખુદ ISROના ચેરમેન કે. સિવને આ એલાન કર્યું છે. સિવને કહ્યું કે, હવેનું પ્રક્ષેપણ કાટરેગ્રાફી ઉપગ્રહ કાર્ટોસેટ-3નું થશે. આ પ્રક્ષેપણ આ વર્ષે ઓક્ટોબરના અંતમા અથવા નવેમ્બરની શરૂઆતમાં થશે.

પૃથ્વીનું નિરીક્ષણ કરનાર અથવા રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કાર્ટોસેટ-3 એક અદ્યતન સંસ્કરણ છે. જે કાટરેસેટ-2 સિરિઝના ઉપગ્રહોની સરખામણીમાં સારા આકાશીય અને વર્ણકર્મીય ગુણોથી સજ્જ છે. કાર્ટોસેટ-3માં સારી તસવીરોની સાથે રણનીતિક એપ્લિકેશન્સ પણ હશે. કાર્ટોસેટ-3ને પોલર સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ(PSLV) રૉકેટથી પ્રક્ષેપિત કરવામાં આવશે.

આ સેટેલાઇટનો મુખ્ય ઉદ્દેશ્ય તો અંતરિક્ષથી ભારતની જમીનમાં ધ્યાન રાખવું. મુશ્કેલીમાં વધારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે મદદ કરવાનો છે પરંતુ આનો ઉપયોગ દેશની સરહદનું ધ્યાન રાખવા માટે પણ થશે. પાકિસ્તાન અને તેમના આતંકી કેમ્પો પર નજર રાખવા માટે આ મિશન દેશની સૌથી શક્તિશાળી આંખ બનશે. દુશ્મન કે આતંકીઓની હિમાયતને આ આંખની મદદથી આપણી સેના એમને એમના ઘરમાં ધુસીને મારશે.

આ સેટેલાઇટનું નામ Cartosat-3 છે. આ કાર્ટોસેટ સિરિઝનું નવ(9)મું સેટેલાઇટ બનશે. કાર્ટોસેટ-3ના કેમરા એટલો શક્તિશાળી હશે કે તે અવકાશથી જમીન પર 1 ફૂટથી પણ ઓછુ (9.84 ઈંચ)ની ઉંચાઈ સુધી તસવીર લઇ શકશે.

આ સેટેલાઈટની નજર એટલી ચાંપતી હશે કે, તમારા હાથમાં બાંધેલી ઘડીયાળમાં જોઈને સાચા સમયની યોગ્ય માહિતી આપશે.

ઉલ્લેખનીય છે કે, હજુ સુધી એટલો સચ્ચોટતા વાળો સેટેલાઈટ કેમરા કોઈ પણ દેશે લૉન્ચ નથી કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here