Friday, March 29, 2024
Homeશિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામે સમન્સ ઇસ્યુ, 27 ઓગસ્ટે હાજર રહેવા HCનું ફરમાન
Array

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામે સમન્સ ઇસ્યુ, 27 ઓગસ્ટે હાજર રહેવા HCનું ફરમાન

- Advertisement -

ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમની ધારાસભ્ય તરીકેની જિતને પડકારતી રિટ મામલે HCએ ભુપેન્દ્ર સિંહ ચુડાસમા સામે સમન્સ ઇસ્યુ કર્યું છે. કોંગ્રેસનાં અશ્વિન રાઠોડ દ્વારા ભુપેન્દ્ર સિંહની જીત ને પડકારતી રિટ HCમાં કરવામાં આવી હતી. આ કેસમાં હાઈકોર્ટે ભુપેન્દ્ર સિંહ ને 27 ઓગષ્ટે હાજર રહેવા માટે ફરમાન કર્યું છે.

વિધાનસભાની ચૂંટણી બાદ 18 ડિસેમ્બર 2017 ના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને 327 માટે કોંગ્રેસનાં ઉમેદવાર અશ્વિન રાઠોડ ની સામે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ મત ગણતરીમાં બેલેટ પેપરની ગણતરી કરવામા આવી ન હોવાનો વિવાદ ઊભો થયો હતો.

અશ્વિન રાઠોડે ફરિયાદ કરતાં જણાવ્યુ હતું કે, 429 બેલેટ પેપર હતા. અને તેમાથી મોટાભાગના બેલેટ પેપર કોંગ્રેસ તરફી હતા. જેને ધ્યાને લેવામાં આવ્યા નથી. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે EVMની મત ગણતરી પહેલા બેલેટ પેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. છતાય તેને સાઈડ કરીને EVMની ગણતરી કરવામાં આવી હતી. આચારસંહિતા લાગુ હોવા છતાય ભુપેન્દ્ર સિંહ ને ફાયદો કરાવવા માટે ડે. ક્લેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિની જગ્યાએ ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular