ઈસુદાન ગઢવી પાંચ દિવસ પહેલાં આમઆદમી પાર્ટીમાં જોડાયા, પરિષદમાં તેઓ કાર્યકર્તા સાથે માસ્ક વગર નજરે પડ્યા

0
0

પત્રકાર ઈસુદાન ગઢવી પાંચ દિવસ પહેલાં જ આમઆદમી પાર્ટી(આપ)માં જોડાયા છે. આજે તેઓ રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા.અને ભક્તિનગર સ્ટેશન પ્લોટ એન્જીનીયરીંગ હોલ ખાતે ઇસુદાને પત્રકાર પરિષદ યોજી હતી. જ્યાં ઈસુદાને જણાવ્યું હતું કે, મારા આમ આદમી પાર્ટીમાં જોડવાથી પત્રકારો, ખેડૂતો અને વાલીઓ ખુશ થયા છે. મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં અને તેમાં પણ ખાસ કરીને સુરતમાં મળેલા પરિણામોથી આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. વિધાનસભાની તમામ બેઠકો અમે લડવાના છીએ.ઉલ્લેખનીય છે કે આ પત્રકાર પરિષદમાં ખુદ ઈસુદાન ગઢવી કાર્યકર્તા સાથે માસ્ક વગર નજરે પડ્યા હતા. પરિષદમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર હતા, પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો જોવા મળ્યો હતો.

જનતા જાતે જ ભ્રષ્ટાચારી અને અહંકારીઓને હાંકી કાઢશે
વધુમાં ઇસુદાને જણાવ્યું હતું કે હું લોકોના પ્રશ્નો સમજુ છું. આ સિવાય અનેક સામાજિક અને રાજકીય આગેવાનોને આમ આદમી પાર્ટીમાં ગુજરાતનું ભવિષ્ય દેખાય છે. અને એટલે જ આવા લોકો ‘આપ’માં જોડાઈ રહ્યા છે. હું આવા બધા લોકોનું સ્વાગત કરું છું. ભ્રષ્ટાચારી અને અહંકારીઓ દ્વારા અત્યાર સુધી ગુજરાતની જનતાનું શોષણ કરાયું હતું. પરંતુ જનતા પાસે વિકલ્પ નહોતો. પરંતુ હવે આ જનતા જાતે જ આવા ભ્રષ્ટાચારી અને અહંકારીઓને હાંકી કાઢશે.

'આપ'ના કાર્યકર્તાઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું
‘આપ’ના કાર્યકર્તાઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું

કિસાનોનાં પ્રશ્નો દૂર કરવા માટે કંઈપણ કરી છુટવાની તૈયાર છું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હવે આપણે વાલીઓ, ખેડૂતો, નાના વેપારીઓ વગેરેનો સમાજ બનાવી નાત જાતનાં ભેદભાવથી ઉપર આવવું છે. અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ 182 બેઠક પરથી ચૂંટણી લડનાર છે. ત્યારે રાજકારણમાં રહેલી ગંદકી સાફ કરવા હું ‘આપ’નાં માધ્યમથી જ આ ફિલ્ડમાં ઉતર્યો છું. મારા માટે કોઈ પદ કે ખુરશીનું જરા પણ મહત્વ નથી. મારો દરેક નિર્ણય હંમેશા લોકહિત માટે રહેશે. ખેડૂતપુત્ર હોવાથી ખેડૂતોની મુશ્કેલી સારી રીતે સમજતા હોવાનું જણાવી કિસાનોનાં પ્રશ્નો દૂર કરવા માટે કંઈપણ કરી છુટવાની તૈયાર છું

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો
સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો

‘આપ’ના કાર્યકર્તાઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું
‘આપ’ના કાર્યકર્તાઓએ ઈસુદાનનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આમઆદમી પાર્ટીના વિરોધપક્ષના નેતા તેમજ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ ઇસુદાન ગઢવીને વધાવી લીધા હતા. ઈસુદાન ગઢવીના સમર્થકો તેમને મળવા માટે પહોંચ્યા હતા. રાજકીય પક્ષ સાથે જોડાયેલા કેટલાક લોકો પણ તેમને મળવા માટે આવ્યા હતા. પત્રકાર તરીકેની તેમની કારકિર્દીમાં તેમની સાથે અનેક લોકો જોડાયેલા હતા. બિનરાજકીય સમર્થકો પણ મળવા આવ્યા હતા. મળવા આવનારા લોકોએ તેમને રાજકારણમાં પ્રવેશવા બદલ શુભકામનાઓ પણ આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here