ગોંડલ : અનીડામાં વીજ બિલ સમયસર ભરવા છતાં 200 રૂપિયા ચાર્જ લગાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ, ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી

0
0

રાજકોટ જિલ્લાના ગોંડલના અનીડામાં વીજ બિલ સમયસર ભરવા છતાં બિલ વધુ આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. ઘર દીઠ 200 રૂપિયા વધુ ચાર્જ લગાવવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે સ્થાનીકોએ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. ગામમાં આશરે 900 જેટલા વીજ કનેક્શન છે. જે તમામ પાસેથી 200 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

900 જેટલા ઘરોમાં આ રીતે ચાર્જ વસૂલવામાં આવ્યો છે
અનીડા ગામના લોકોનું કહેવું છે કે તેઓએ સમયસર બિલ ભરી દીધું તેમ છતાં પણ તેમને વધારાનો ચાર્જ લગાવવામાં આવ્યો છે. એક ઘર દીઠ 200 રૂપિયા સુધીનો સમય કરતાં મોડા સમયે બિલ ભરવાનો ચાર્જ લગાવવામાં આવ્યો છે. અનીડા ગામમાં આશરે 900 જેટલા વીજ કનેક્શનો છે. ગામના સરપંચે એવો આક્ષેપ કર્યો હતો કે તેમના ગામમાં ટોટલ 2 લાખ જેટલી રકમનું ખોટું બિલ PGVCL દ્વારા અપાયું છે. આ એક બે ઘરમાં નહીં પરંતુ 900 જેટલા ઘરોમાં આ રીતના ખોટો ચાર્જ વસૂલવામાં આવ્યો છે.

બિલમાં ખામી હશે તો અમે તરત અમે નિવારણ લાવીશુંઃ PGVCL
ગામના સરપંચે આક્રોશ સાથે કહ્યું હતું કે માત્ર 2 દિવસમાં તેમના પ્રશ્ન PGVCL દ્વારા ઉકેલવામાં આવે. જો તેમના પ્રશ્નનો 2 દિવસમાં ઉકેલ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. સાથે જ આક્ષેપ કર્યો હતો કે તેમની આ સમસ્યા અંગે PGVCLના કર્મચારીઓને અને અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી છે. છતાં અધિકારીઓ તરફથી માત્ર આશ્વાસન આપવામાં આવે છે. પણ કોઈ નક્કર કાર્યવાહી નથી થતી. તો બીજી તરફ ગોંડલ PGVCLના અધિકારીએ જણાવ્યું હતું કે અનિડા ગામના લોકોના બિલની ડિટેઇલ્સમાં ચેક કરીશું અને જો તેમાં કોઈ ખામી જણાય તો તેને તરત જ સોલ્વ કરી આપશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here