કિસાન વિકાસ પત્ર, ટાઈમ ડિપોઝિટ અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં પૈસાનું રોકાણ કરવું વધુ ફાયદાકારક,

0
23

પોસ્ટ ઓફિસ ઘણા પ્રકારની સેવિંગ સ્કીમનું સંચાલન કરે છે. આ સ્કીમમાં કિસાન વિકાસ પત્ર (KVP),નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સામેલ છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે, તેમાં તમારા પૈસા સુરક્ષિત રહે છે તે ઉપરાંત તમને સારું વ્યાજ પણ મળે છે. જાણો આ સ્કીમ વિશે…

પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ

  • પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ કરવા પર 6.8 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે
  • તેમાં વ્યાજની ગણતરી વાર્ષિક આધારે થાય છે, પરંતુ વ્યાજની રકમ રોકાણના સમયગાળા પછી જ આપવામાં આવે છે.
  • નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં જમા કરાયેલ રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C અંતર્ગત છૂટ મળે છે
  • NSC અકાઉન્ટ ઓપન કરાવવા માટે તમારે ઓછામાં ઓછું 100 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
  • 10 વર્ષથી વધુ ઉંમરના સગીરના નામે કોઈ પણ વાલીની દેખરેખમાં ખાતુ ખોલાવી શકાય છે.
  • તમે NSCમાં ગમે તેટલી રકમનું રોકાણ કરી શકો છો. તેમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી.

કેટલા સમયમાં ડબલ થઈ જાય છે પૈસા?
જો તમે પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં પૈસાનું રોકાણ કરો છો તો વર્તમાન સમયમાં 6.8%ના દરે વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે તેના હિસાબથી લગભગ 10 વર્ષ 6 મહિનામાં ડબલ થઈ શકે છે.

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ યોજના

  • આ એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ (FD) છે. તેમાં એક નક્કી અવધિ માટે એક સાથે પૈસાનું રોકાણ કરીને તમે નિયત વળતર અને વ્યાજની ચૂકવણીનો લાભ લઈ શકો છો.
  • પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટ 1થી 5 વર્ષ સુધીની અવધી માટે 5.5થી 6.7 ટકાના વ્યાજ આપે છે.
  • ભારતીય પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબસાઈટના https://www.indiapost.gov.in/vas/Pages/IndiaPostHome.aspx અનુસાર, 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ હેઠળ રોકાણ કરવા પર આવકવેરા કાયદા, 1961ની કલમ 80C અંતર્ગત ટેક્સ છૂટનો ફાયદો લઈ શકે છે.
  • તેમાં ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. તેમજ રોકાણની મહત્તમ મર્યાદા નથી.

કેટલા સમયમાં પૈસા ડબલ થશે?
તેમાં મહત્તમ વ્યાજ 6.7 ટકા મળી રહ્યું છે આવી સ્થિતિમાં રૂલ 72 અનુસાર જો તમે આ સ્કીમમાં પૈસાનું રોકાણ કરો છો તો પૈસા ડબલ થવામાં 10 વર્ષ 7 મહિનાનો સમય લાગશે.

કિસાન વિકાસ પત્ર (KVP)

  • કિસાન વિકાસ પત્ર (KVP)બચત સ્કીમમાં અત્યારે 6.9 ટકા વ્યાજ મળી રહ્યું છે.
  • KVPમાં રોકાણ કરવાની કોઈ મહત્તમ મર્યાદા નથી. જો કે, તમારે ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
  • તેમાં રોકાણ કરવાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જરૂરી છે. તેમાં સિંગલ અકાઉન્ટ ઉપરાંત જોઈન્ટ અકાઉન્ટની પણ સુવિધા છે
  • યોજનામાં સગીર પણ સામેલ થઈ શકે છે, પરંતુ તેની દેખરેખ માતાપિતાએ રાખવાની રહેશે.
  • જો તમે તમારા પૈસા ઉપાડવા માગતા હોય તો તમારે ઓછામાં ઓછા 2.5 વર્ષની રાહ જોવી પડશે. તેમાં અઢી વર્ષનો લોકઈન પિરિઅડ રાખવામાં આવ્યો છે.
  • તેના અંતર્ગત જમા રકમ પર આવકવેરા કાયદાની કલમ 80c અંતર્ગત કર છૂટનો લાભ મળે છે.

કેટલા સમયમાં પૈસા ડબલ થાય છે?
તેમાં મહત્તમ વ્યાજ 6.9 ટકા મળી રહ્યું છે, આવી સ્થિતિમાં રૂલ 72 અનુસાર જો તમે આ સ્કીમમાં પૈસાનું રોકાણ કરો છો તો પૈસા ડબલ થવામાં 10 વર્ષ 4 મહિનાનો સમય લાગશે.

શું છે રૂલ ઓફ 72?
ફાઈનાન્સનો આ ખાસ નિયમ છે રૂલ ઓફ 72. નિષ્ણાતો તેને સૌથી સચોટ રૂલ માને છે, જેનાથી એ નક્કી કરવામાં આવે છે કે, તમારું રોકાણ કેટલા સમયમાં ડબલ થશે. તેનાથી તમે એ સમજી શકો છો કે જો તમે તમારા બેંકની કોઈ ખાસ સ્કીમ પસંદ કરી છે, જ્યાં તમને વાર્ષિક 8% વ્યાજ મળે છે. આવી સ્થિતિમાં તમારે રૂલ ઓફ 72ના અંતર્ગત 72માં 8મો ભાગ આપવો પડશે. 72/8= 9 વર્ષ, એટલે કે આ સ્કીમ અંતર્ગત તમારા પૈસા 9 વર્ષમાં ડબલ થઈ જશે.

નોંધઃ આ એક અનુમાન છે કેમ કે, આ સ્કીમ પર મળતા વ્યાજની સમીક્ષા સમયાંતરે કરવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here