કોરોનાની અસર : 15 એપ્રિલથી IPL રમાય તે સંભવ નથી, મહામારીના કારણે લોકડાઉન અને વિઝા પ્રતિબંધ આગળ વધારવામાં આવી શકે છે: રાજીવ શુક્લા

0
5
  • કોરોના વાઈરસ અને વિઝા પ્રતિબંધના કારણે BCCIએ 29 માર્ચથી શરૂ થનાર IPLને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી હતી
  • IPLના પૂર્વ ચેરમેન રાજીવ શુક્લાએ કહ્યું- અમારી પ્રાથમિકતા કોરોનાથી લડવાની અને લોકોનો જીવ બચાવવાની છે

કોરોના વાઈરસના કારણે 29 માર્ચે શરૂ થનાર ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી હતી. ટૂર્નામેન્ટના પૂર્વ ચેરમેન રાજીવ શુક્લાએ કહ્યું કે, કોરોનાના કારણે 15 એપ્રિલથી IPL રમાઈ તે સંભવ નથી. દેશમાં લોકડાઉન વધશે તેવું લાગી રહ્યું છે.

રાજીવે ન્યૂઝ એજન્સીને કહ્યું કે, “મને કોઈ તૈયારી દેખાઈ રહી નથી. અમારી પ્રાથમિકતા કોરોનાથી લડવાની અને લોકોનો જીવ બચાવવાની છે. અત્યારે બધું સરકારના નિર્ણય પર નિર્ભર છે. જોઈએ કે સરકાર લોકડાઉન, વિઝા પ્રતિબંધ અને કોરોનાને લઈને શુ કહે છે. અમે તેમના આદેશ પ્રમાણે જ કામ કરીશું.

વિઝા પ્રતિબંધની તારીખ આગળ વધી શકે છે

પૂર્વ ચેરમેને કહ્યું, “અમે સાંભળ્યું છે કે 14 સુધીના લોકડાઉનને આગળ વધારવામાં આવશે. તેવી સ્થિતિમાં તમે 15 એપ્રિલથી IPL વિશે વિચારી રહ્યા હોવ તો તે અશક્ય છે.” વિદેશી ખેલાડીઓની IPL રમવાની સંભાવના પર રાજીવે કહ્યું કે આવી સ્થિતિમાં તે અસંભવ છે. ભારત સરકાર વિઝા પ્રતિબંધની તારીખ આગળ વધારી શકે છે, જે અત્યારે 15 એપ્રિલ છે.

દુનિયાભરમાં કોરોનાથી 95,722 મોત

કોરોના વાઈરસથી શુક્રવાર સવાર સુધીમાં 16 લાખથી વધુ સંક્રમિત મળ્યા હતા અને 95 હજાર 722ના મોત થયા હતા.દુનિયામાં સૌથી વધુ 18 હજાર 279 મોત ઇટલીમાં થઈ હતી. ત્યાં 1 લાખ 43 હજાર 626 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે, ભારતમાં સંક્રમિતોની સંખ્યા 6 હજાર 412 છે. તેમાંથી 5 હજાર 218 લોકોની સારવાર થઈ રહી છે. 477 દર્દી સાજા થઈ ગયા છે અને 169 લોકોએ જીવ ગુમાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here